Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેક આવતા ડીસાથી ભાણેજના લગ્ન માટે આવેલા યુવકનું મોત, પરિવારમાં આક્રંદ છવાયો

રાજકોટ  શહેરમાં હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ક્રિકેટ રમ્યા બાદ હાર્ટએટેક આવતા પાલનપુરના ડીસાથી ભાણેજના લગ્ન માટે આવેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. આજે ભાણેજનું રિસેપશન યોજાય તે પહેલાં યુવકનું મોત થતા સિવિલ હોસ્પિટલમાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.àª
ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેક આવતા ડીસાથી ભાણેજના લગ્ન માટે આવેલા યુવકનું મોત  પરિવારમાં આક્રંદ છવાયો
રાજકોટ  શહેરમાં હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ક્રિકેટ રમ્યા બાદ હાર્ટએટેક આવતા પાલનપુરના ડીસાથી ભાણેજના લગ્ન માટે આવેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. આજે ભાણેજનું રિસેપશન યોજાય તે પહેલાં યુવકનું મોત થતા સિવિલ હોસ્પિટલમાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરત બારૈયા નામનો યુવક ભણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો
જાણવા મળતી વિગત મુજબ, ભરત બારૈયા નામનો યુવક ભણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન આજે શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત તેના સંબંધીઓ અને મિત્રો સાથે પરત ફરતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને લઈને કોઈપણ રીક્ષા નહીં મળતા તેને 108 મારફત તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે તેનું મોત થયું હોવાનું જણાવતા પરિવારે આક્રંદ મચાવ્યો હતો.

મોતનો માતમ છવાયો હતો
બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને આ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ ખાતે આવ્યો હોવાનું સામે આવ્યું છે. આજે ભાણેજનાં લગ્નનું રીસેપ્શન યોજાય તે પહેલાં જ અચાનક યુવકનું મોત નિપજતા જ્યાં લગ્નની શરણાઈઓ ગુંજતી હતી. ત્યાં મોતનો માતમ છવાયો હતો. જેને લઈને પરિવારની મહિલાઓ હૈયાફાટ રુદન કરતી જોવા મળી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.