Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરાધમ યુવકનું હીનકૃત્ય, ગર્ભવતી ગાય પર દુષ્કર્મ ગુજાર્યું, ગાયે જીવ ગુમાવ્યો

પશ્ચિમ બંગાળમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનવીમાં જાણે માનવાતા મરી પરવરી હોય તેવા કિસ્સાો વધી રહ્યાં છે, ત્યારે બુધવારે એક 29 વર્ષીય યુવકની ગર્ભવતી ગાય પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નામખાના બ્લોકની છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં એક યુવકે ગર્ભવતી ગાય પર બળાત્કાર કર્યો હતો, આ ઘટના પછી વધુ પડતા રક્તસ્
નરાધમ યુવકનું હીનકૃત્ય  ગર્ભવતી ગાય પર દુષ્કર્મ ગુજાર્યું  ગાયે જીવ ગુમાવ્યો
પશ્ચિમ બંગાળમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનવીમાં જાણે માનવાતા મરી પરવરી હોય તેવા કિસ્સાો વધી રહ્યાં છે, ત્યારે બુધવારે એક 29 વર્ષીય યુવકની ગર્ભવતી ગાય પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નામખાના બ્લોકની છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં એક યુવકે ગર્ભવતી ગાય પર બળાત્કાર કર્યો હતો, આ ઘટના પછી વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે પશુનું મોત થયું હતું. ગાય માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.

ગાયના માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીની અટકાયત
પ્રદ્યુત ભુઈયા તરીકે ઓળખાતા આરોપીની ઉત્તર ચંદનપીડી વિસ્તારમાં એક ગાય સાથે અશ્લીલ અને દુષ્કૃત્યના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. સગર્ભા ગાયના માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

આરોપી વિરુદ્ધ IPCની કલમ 377 હેઠળ કેસ
સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર ચંદનપીડીના રહેવાસી આરતી ભુઈયા અને તેના પરિવારે ફરિયાદ કરી હતી કે થોડા દિવસો પહેલા તેમના પાડોશી પ્રદ્યુત ઘરની પાછળની ગૌશાળામાં ઘૂસી ગયો હતો અને તેમની એક ગાય પર "પાશવી દુષ્કર્મ" કર્યું હતું. ફરિયાદી આરતીએ જણાવ્યું હતું કે, મધરાતની આસપાસ બળાત્કાર બાદ અતિશય રક્તસ્ત્રાવને કારણે ગાયનું મૃત્યુ થયું હતું. હવે આ આરોપી વિરુદ્ધ IPCની કલમ 377 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેને મંગળવારે કાકદ્વિપ સબ-ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

આરોપીને તેના અમાનવીય કૃત્ય માટે સખત સજા
આરોપીના આ કૃત્યને કારણે સમગ્ર ગામમાં તેની સામે રોષ જોવા મળી રહ્યો છે. ચંદનપીડી ગામના એક રહેવાસીએ કહ્યું, "આરોપીને તેના અમાનવીય કૃત્ય માટે સખત સજા મળવી જોઈએ." જણાવી દઈએ કે, આરોપી પ્રદ્યુત અગાઉ પણ ખેતરોમાંથી બકરા, વાહનો, શાકભાજી ચોરી અને ગેરકાયદેસર કામ કરી ચૂક્યો છે.

શરમજનક ઘટના છે
તે જ સમયે, આ ઘટના અંગે ટીએમસીના બ્લોક પ્રમુખે કહ્યું, 'આ એક શરમજનક ઘટના છે, પ્રદ્યુત એક દારૂડિયો છે. તેમણે તાત્કાલિક પગલાં લેવા અને આરોપીઓને પકડવા બદલ સ્થાનિક પોલીસની પ્રશંસા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.