Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટનો યુવાન ત્રણ વર્ષથી થેલેસેમિયાગ્રસ્તોને ફ્રીમાં કરાવે છે નાસ્તો

રાજકોટના (Rajkot) મોવડી ચોકડી વિસ્તાર પાસે આવેલ રઘુવીર ભજીયા (Raghuveer Bhajia)નામની પેઢી ધરાવતા ધંધાર્થીએ થેલેસેમિયા પીડીતો (Thalassemia sufferers)માટે અનોખી પહેલ કરી છે.વેપારી સંજયભાઈએ પોતાની નાસ્તાની દુકાન ઉપર બોર્ડ માર્યું છે કે થેલેસેમિયા ગ્રસ્તોને મફતમાં નાસતો આપવામાં આવશે જેથી તેમની દુકાને જે કોઈ પણ થેલેસેમિયા ગ્રસ્ત જાય છે તેને ત્યાં બેસાડી ભજીયા, સમોસા,કચોરી, વડાપાઉં સહિતની  જેટલો નાસતો કરવો હà«
11:42 AM Dec 14, 2022 IST | Vipul Pandya
રાજકોટના (Rajkot) મોવડી ચોકડી વિસ્તાર પાસે આવેલ રઘુવીર ભજીયા (Raghuveer Bhajia)નામની પેઢી ધરાવતા ધંધાર્થીએ થેલેસેમિયા પીડીતો (Thalassemia sufferers)માટે અનોખી પહેલ કરી છે.વેપારી સંજયભાઈએ પોતાની નાસ્તાની દુકાન ઉપર બોર્ડ માર્યું છે કે થેલેસેમિયા ગ્રસ્તોને મફતમાં નાસતો આપવામાં આવશે જેથી તેમની દુકાને જે કોઈ પણ થેલેસેમિયા ગ્રસ્ત જાય છે તેને ત્યાં બેસાડી ભજીયા, સમોસા,કચોરી, વડાપાઉં સહિતની  જેટલો નાસતો કરવો હોય તે ત્યાં બેસાડી એક પણ રૂપિયા લીધા વિના કરાવામાં આવે છે 
તેમજ વેપારી સંજયભાઇને ત્રણ વર્ષ અગાઉ બુટ-ચંપલની દુકાન હતી ત્યારે પણ તેઓ થેલેસેમિયા ગ્રસ્તોને મુફ્ત માં બુટ-ચંપલ આપતા હતા. વેપારી સંજયભાઈ એ જણાવ્યું હતું કે તેના પુત્રને જન્મથી જ થેલેસેમિયા હતો અને તેની સારવાર માટે તેમને ખૂબ જ હેરાનગતિ ભોગવી પડી હતી 
ત્યારે આજે તેમના દીકરાની ૧૨ વર્ષની ઉંમરે થેલેસેમિયા ને માત આપી હતી તેથી જ તેમણે સંકલ્પ લીધો હતો કે મારી પરિસ્થિતિ મુજબ હું રોકડ રૂપે થેલેસેમિયા ગ્રસ્તોને મદદ કરી શકું તેમ નથી તેથી જ મારે નાસ્તાનું જે ધંધો છે 
તેમાં જે કોઈપણ થેલેસેમિયા ગ્રસ્તો આવે તેમના પાસે એક પણ પ્રકારના રૂપિયા લીધા વિના જેટલો નાસ્તો કરવો હોય તે મફતમાં આપવાનો અને અન્ય કોઈ સહાયતા થઈ શકે તો કરવાની ઉપરાંત વેપારી સંજયભાઈ અત્યાર સુધીમાં 25 થી વધુ થેલેસેમિયા ગ્રસ્તોને બોનમેરો ટ્રાન્સફર માટે આપી મદદ  કરી ચૂક્યા 
આપણ  વાંચો -  લેબગ્નોન ડાયમંડની આયાતમાં ઘટાડો, નેચરલ રફ ડાયમંડની માંગમાં વધી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FreebreakfastGujaratFirstRaghuveerBhajiaRAJKOTThalassemiasufferersYoungbusinessman
Next Article