Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રેમિકા સાથે મોજશોખ કરવા યુવકે આંગડિયા પેઢીમાં કરી લાખોની ઠગાઈ, CCTV એ ખોલ્યું રહસ્ય

અમદાવાદમાં પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂપિયા 44 લાખ આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાનમાં આરોપીએ પ્રેમીકા સાથે મોજશોખ કરી પરતું CCTVથી આરોપીનો ભાંડો ફૂટ્યો.નવરંગપુરા પોલીસે આંગડિયા કર્મચારી અને તેના મિત્રની કરી ધરપકડ કરી છે.સીસીટીવીએ ખોલ્યો ગુનાનો ભેદનવરંગપુરા પોલીસે ઝàª
11:14 AM Aug 08, 2022 IST | Vipul Pandya

અમદાવાદમાં પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂપિયા 44 લાખ આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાનમાં આરોપીએ પ્રેમીકા સાથે મોજશોખ કરી પરતું CCTVથી આરોપીનો ભાંડો ફૂટ્યો.નવરંગપુરા પોલીસે આંગડિયા કર્મચારી અને તેના મિત્રની કરી ધરપકડ કરી છે.


સીસીટીવીએ ખોલ્યો ગુનાનો ભેદ
નવરંગપુરા પોલીસે ઝડપેલા આંગડિયા પેઢીના કર્મચારી રવિ અને તેના મિત્રએ મળી 44 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી છે.ઘટનાની વિગતવાગ વાત કરવામાં આવે તો સીજીરોડ પર આવેલી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી રવિ વાળંદે પોતાના મિત્ર જીતેન્દ્રનાં નામે 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ આંગડિયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. જે પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી હવાલો કરાવી અને આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ ,વિજય કુમાર લેવા ગયા હતા.જોકે કલોલની આંગડિયા પેઢીના સીસીટીવીમાં ગુનાનો ભેદ ઉકેલાયો.



 લાખો રૂપિયા લઈને પ્રેમીકા સાથે આબુ મોજશોખ કરવા થયો ફરાર

આંગડિયા પેઢીના કર્મચારી રવિ વાળંદ મોટા ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાગી ગયો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે રવિએ પોતાની પ્રેમિકા લઈ રાજસ્થાન ફરવા જતો રહ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે મોજશોખ કરવામાં પૈસા વાપરી દીધા હતા.નોંધનીય છે કે મુખ્ય આરોપી રવિ વાળંદ છેલ્લા 3 વર્ષથી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો પરંતુ પ્રેમિકાના જોડે મોજશોખ કરવા લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.
Tags :
defraudedAngadiaGujaratFirstmillions
Next Article