ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી કરનાર મહિલા બે દિવસ બાદ ઝડપાઈ

સુરત (Surat) સિવિલમાંથી નવજાત(Civil newborn)બાળકની ચોરી કરનાર મહિલા સકંજામાં આવી ગઈ છે. ખટોદરા પોલીસ અને જિલ્લા પોલીસની(Police)મદદથી બાળક (Child)ચોરી કરનાર મહિલાને ઝડપી લેવામાં આવી છે. પલસાણાના ઝોલવા ગામમાંથાી આ મહિલા મળી આવી હતી. ઉત્તરપ્રદેશની રહેવાસી અંકિતા નામની મહિલા સુરત સિવિલમાંથી નવજાત બાળકની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પોતાનું કોઈ બાળક ન હોવાથી મહિલાએ સિવિલમાંથી નવજાતને ઉઠાવી ફરાર થઈ હતી.સિવિ
04:49 PM Nov 17, 2022 IST | Vipul Pandya
સુરત (Surat) સિવિલમાંથી નવજાત(Civil newborn)બાળકની ચોરી કરનાર મહિલા સકંજામાં આવી ગઈ છે. ખટોદરા પોલીસ અને જિલ્લા પોલીસની(Police)મદદથી બાળક (Child)ચોરી કરનાર મહિલાને ઝડપી લેવામાં આવી છે. પલસાણાના ઝોલવા ગામમાંથાી આ મહિલા મળી આવી હતી. ઉત્તરપ્રદેશની રહેવાસી અંકિતા નામની મહિલા સુરત સિવિલમાંથી નવજાત બાળકની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પોતાનું કોઈ બાળક ન હોવાથી મહિલાએ સિવિલમાંથી નવજાતને ઉઠાવી ફરાર થઈ હતી.

સિવિલમાંથી નવજાતને ઉઠાવી જનાર મહિલા ઝડપાઈ

સમગ્ર ઘટનાની વિગત અનુસાર સિવિલ હોસ્પિટલમાંથી બે દિવસ પહેલા એક મહિલાએ નવજાતને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બાળકને પેટીમાં રાખવામાં આવ્યુ હતુ. તે દરમિયાન પલસાણામાં રહેતી યુપીની મહિલાએ નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ફરજ પરના તબીબો અને હોસ્પિટલ સ્ટાફને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરાઈ હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આ મહિલા બાળકને લઈ જતી જોવા મળી હતી. જેમાં પીળા કલરની સાડીમાં મહિલા બાળકને લઈ જતી જોવા મળી હતી.

પલસાણા અને ખટોદરા પોલીસની મદદથી મહિલા ઝડપાઈ

સીસીટીવી ફુટેજના આધારે ખડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પલસાણા પોલીસ અને ખટોદરા પોલીસે સંયુક્ત શોધખોળ હાથ ધરી હતી. જેમાં બાળક સાથે મહિલાને ઝડપી લેવામાં આવી હતી. ખટોદરા પોલીસે બાળકનો કબ્જો લઈ માતાપિતાને સોંપ્યુ હતુ. જ્યારે બાળક ચોરી કરનાર મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આપણ  વાંચો-  પક્ષ સામે બળવો કરનારા સામે સી.આર.પાટીલની લાલ આંખ, જાણો શું કહ્યું

 
Tags :
CivilHospitalCrimeNewsGujaratFirstNewBornBabyPalsanaSurat
Next Article