Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લદ્દાખના છેવાડાના ગામને નળમાં પાણી મળતું હોવાનો વિડીયો વાયરલ

સૌથી અદભૂત પર્વતમાળાઓથી ઘેરાયેલું અને સમુદ્ર સપાટીથી 4000 મીટરની ઊંચાઈએ સ્થિત, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું ડિપ્લિંગ  ગામ એ ભારતના સૌથી દૂરના ગામોમાનું એક છે. તાજેતરમાં જ અહીંના ગામનાં 17 ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે. અહીંના પર્વતિય વિસ્તારની પ્રવાસી જુલે જેવાં અનેક લોકોએ આ નળ કનેક્શનથી લોકોના ચહેરા પર અદભુત સંતોષ જોયો છે.સરકારના જલ જીવન મિશન (JJM) દ્વારા ડિપ્લà
લદ્દાખના છેવાડાના ગામને નળમાં પાણી મળતું હોવાનો વિડીયો વાયરલ
સૌથી અદભૂત પર્વતમાળાઓથી ઘેરાયેલું અને સમુદ્ર સપાટીથી 4000 મીટરની ઊંચાઈએ સ્થિત, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું ડિપ્લિંગ  ગામ એ ભારતના સૌથી દૂરના ગામોમાનું એક છે. તાજેતરમાં જ અહીંના ગામનાં 17 ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે. અહીંના પર્વતિય વિસ્તારની પ્રવાસી જુલે જેવાં અનેક લોકોએ આ નળ કનેક્શનથી લોકોના ચહેરા પર અદભુત સંતોષ જોયો છે.
સરકારના જલ જીવન મિશન (JJM) દ્વારા ડિપ્લિંગને કેવી રીતે ટેપ કનેક્શન આપવામાં આવ્યા છે તેનો એક વિડીયો બહુભાષી સોશિયલ મીડિયા એપ - કૂ પર વાયરલ થઈ રહ્યો છે.
લદ્દાખના છેવાડાના ગામને નળમાં પાણી મળતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જલ શક્તિના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા બનાવવામાં આવેલો આ વિડીયો બતાવે છે કે કેવી રીતે હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને JJM ટીમ અને સામગ્રીને દૂરના ગામમાં લઈ જવા અને નળ કનેક્શન સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો હતો.
જુલે જેવા ગ્રામજનો તેમની રોજિંદી તકલીફોને હળવી કરવા માટે JJM ટીમનો આભાર વ્યક્ત કરતા જોઈ શકાય છે.
જલ જીવન મિશનની કલ્પના છે કે 2024 સુધીમાં ગ્રામીણ ભારતના તમામ પરિવારોને વ્યક્તિગત ઘરના નળ જોડાણો દ્વારા સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. આ કાર્યક્રમ ગ્રે વોટર મેનેજમેન્ટ, વોટર કન્ઝર્વેશન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરે જેવા પગલાં પણ અમલમાં મૂકશે. 
Advertisement

Koo App

जल जीवन मिशन लेह- लद्दाख के उस दूरस्थ डिप्लिंग गांव पहुंच गया है जहां अन्य लोगों को जाने से पहले दस बार सोचना पड़ता है। इस वीडियो से समझिए काम कितना कठिन है और हमारी टीम उसे पूरा कैसे करती है। दूरी कितनी भी हो, रास्ता कितना भी कठिन क्यों न हो! मिशन पूरा किए बिना हमको चैन कहां! #HarGharJal #JalJeevanMission

- Gajendra Singh Shekhawat (@gssjodhpur) 2 Aug 2022

Tags :
Advertisement

.