Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીમાં હાર બાદ ઋષિ સુનક પર બની ખુબ શરમજનક જાહેરાત

સોમવારે બ્રિટનના પૂર્વ વિદેશમંત્રી લિઝ ટ્રુસે (Liz Truss) ભારતીય મૂળના પૂર્વ નાણાંમંત્રી ઋષિ સુનકને (Rishi Sunak) વડાપ્રધાનની ચૂંટણીમાં હરાવી દીધાં હતા. જે બાદ બ્રિટનની એક નોકરી આપતી કંપની CV Libraryએ ઋષિ સુનકની તસવીરનો ઉપયોગ કરી પોતાનો પ્રચાર  શરૂ કર્યો.નોકરીઓ શોધવાની વેબસાઈટ ચલાવતી આ કંપની એ પોતાના બિલબોર્ડ પર પૂર્વ નાણાંમંત્રી ઋષિ સુનકની (Rishi Sunak) તસવીર છાપી તેને બ્રિટનના માર્ગો પર ફેરવી. ઋષિની àª
ચૂંટણીમાં હાર બાદ ઋષિ સુનક પર બની ખુબ શરમજનક જાહેરાત
સોમવારે બ્રિટનના પૂર્વ વિદેશમંત્રી લિઝ ટ્રુસે (Liz Truss) ભારતીય મૂળના પૂર્વ નાણાંમંત્રી ઋષિ સુનકને (Rishi Sunak) વડાપ્રધાનની ચૂંટણીમાં હરાવી દીધાં હતા. જે બાદ બ્રિટનની એક નોકરી આપતી કંપની CV Libraryએ ઋષિ સુનકની તસવીરનો ઉપયોગ કરી પોતાનો પ્રચાર  શરૂ કર્યો.
નોકરીઓ શોધવાની વેબસાઈટ ચલાવતી આ કંપની એ પોતાના બિલબોર્ડ પર પૂર્વ નાણાંમંત્રી ઋષિ સુનકની (Rishi Sunak) તસવીર છાપી તેને બ્રિટનના માર્ગો પર ફેરવી. ઋષિની તસવીર સાથે લખવામાં આવ્યું હતું કે, શું તમને નોકરી નથી મળી? આ ટેગ લાઈન નીચે લખ્યું હતું કે, અમારી પાસે દરેક માટે નોકરી છે. કોઈ એવી શોધો જે તમારા માટે કામ કરે.
પરંતુ ઈન્ટરનેટ પર લોકોને આ પ્રચાર ગમ્યો નથી. એક યૂઝરે લખ્યું કે, ખબરથી અલગ શું માત્ર મને જ લાગી રહ્યું છે કે આ ડિજિટલ પ્રચારની નવી રીત ખુબ ખરાબ છે? અન્ય એક યુઝરે લખ્યું કે, એક મિનીવાનને સ્ક્રિન સાથે પુરા શહેરમાં ફેરવવી અને બેજવાબદારીપૂર્વકના ટ્રાફિક જામ કરવા જવાબદાર થવું, ઈંધણનો બગાડ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઋષિ સુનકે (Rishi Sunak) પોતાની હાર બાદ ટ્વીટર પર દરેકનો આભાર માનતા લખ્યું હતું કે, મેં દર વખતે એ જ કહ્યું કે કન્ઝર્વેટિવ એક પરિવાર છે. હવે સમય છે કે, આપણે નવા વડાપ્રધાન લિઝ ટ્રુસ સાથે મળી દેશને મુશ્કેલ સમયમાંથી આગળ લઈ જઈએ.
Advertisement
Tags :
Advertisement

.