Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટને કોરોના સામે નવી મોડર્ના રસીને આપી મંજૂરી, ઓમિક્રોન પર પણ છે અસરકારક

બ્રિટને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને 'નવી રસી'ને મંજૂરી આપી છે.યુકેમાં ડ્રગ રેગ્યુલેટરે મોડર્ના રસીના અપડેટ વર્ઝનને મંજૂરી આપી છે.આ સાથે, બ્રિટન ઓમિક્રોન વેરિઅન્ટને લક્ષ્યાંકિત કરતી કોવિડ -19 રસીને મંજૂરી આપનારો પ્રથમ દેશ બન્યો છે.બ્રિટનના ડ્રગ રેગ્યુલેટર (MHRA) એ પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મોડર્ના દ્વારા બનાવવામાં આવેલી 'બાયવેલેનà
બ્રિટને કોરોના સામે નવી મોડર્ના રસીને આપી મંજૂરી  ઓમિક્રોન પર પણ છે અસરકારક

બ્રિટને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને 'નવી રસી'ને મંજૂરી આપી છે.યુકેમાં ડ્રગ રેગ્યુલેટરે મોડર્ના રસીના અપડેટ વર્ઝનને મંજૂરી આપી છે.આ સાથે, બ્રિટન ઓમિક્રોન વેરિઅન્ટને લક્ષ્યાંકિત કરતી કોવિડ -19 રસીને મંજૂરી આપનારો પ્રથમ દેશ બન્યો છે.બ્રિટનના ડ્રગ રેગ્યુલેટર (MHRA) એ પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મોડર્ના દ્વારા બનાવવામાં આવેલી 'બાયવેલેન્ટ' રસીને મંજૂરી આપી છે. 

Advertisement


નવી રસી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનોને બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.નિષ્ણાતોનું કહેવું છે કે મોડર્નાની આ રસી ઓમિક્રોન પર પણ અસરકારક છે.બ્રિટને ક્લિનિકલ ટ્રાયલ ડેટા જોયા બાદ રસીને મંજૂરી આપી છે.માહિતી અનુસાર, નવી રસીના બૂસ્ટર ડોઝથી Omicron (Ba.1) અને મૂળ 2020 વાયરસ બંને સામે "મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ" શરૂ થયો.

Advertisement

બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડર્ના દ્વારા આ અદ્યતન રસીના પરીક્ષણમાં તે સલામતી, ગુણવત્તા અને અસરકારકતાના માપદંડોને પૂર્ણ કરે છે. 


Advertisement

બે અન્ય સ્ટ્રેન પર પણ અસરદાર સાબિત થઈ અપડેટેડ વેક્સિન

મોડર્ના દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવેલી રસી, જેને સ્પાઈકવેક્સ કહેવાય છે, તે માત્ર કોરોના વાયરસના મૂળ પ્રકાર અને ઓમિક્રોન વેરિઅન્ટ (BA.1) પર જ અસરકારક છે. તે જ સમયે, MHRA કહે છે કે Modernaના આ નવા વેક્સિન વર્ઝનની અસર Omicronના BA.4 અને BA.5 વેરિઅન્ટ પર પણ જોવા મળી છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના BA.4 અને BA.5 સ્ટ્રેનોએ યુએસ અને યુરોપમાં તબાહી મચાવી હતી.

Tags :
Advertisement

.