સુરતમાં રેસ્ટોરન્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર, વેઇટરનું સ્થાન લીધું ટેક્નોલોજીએ
ખાવા પીવાના શોખીન સુરતીલાલા ઓ માટે સુરતમાં ખુલ્યું છે ટ્રેનિયન રેસ્ટોરન્ટ. જી હાં બિલકુલ નામ જેવું જ આ રેસ્ટોરન્ટનું કામ છે. જેમાં વેઈટર દ્વારા નહીં પરંતુ નાનકડી ટ્રેન દ્વારા તમારા માટે જમવાનું લાવવામાં આવશે. અહીં રાખેલા ટેબલની ઉપર નાનકડી ટ્રેન દોડી શકે તે માટેના પાટા લગાવવામાં આવ્યા છે. જેના પર ગ્રાહકો દ્વારા જે જમવાનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તે લઈ ને ટ્રેન દોડશે. રસપ્રદ વાત એ
Advertisement
ખાવા પીવાના શોખીન સુરતીલાલા ઓ માટે સુરતમાં ખુલ્યું છે ટ્રેનિયન રેસ્ટોરન્ટ. જી હાં બિલકુલ નામ જેવું જ આ રેસ્ટોરન્ટનું કામ છે. જેમાં વેઈટર દ્વારા નહીં પરંતુ નાનકડી ટ્રેન દ્વારા તમારા માટે જમવાનું લાવવામાં આવશે. અહીં રાખેલા ટેબલની ઉપર નાનકડી ટ્રેન દોડી શકે તે માટેના પાટા લગાવવામાં આવ્યા છે. જેના પર ગ્રાહકો દ્વારા જે જમવાનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તે લઈ ને ટ્રેન દોડશે. રસપ્રદ વાત એ છે કે અહીં જમવાના ટેબલને પણ સુરતના અલગ અલગ સ્થળોના નામ આપવામાં આવ્યા છે.
સુરત હંમેશા આમ તો કૈક નવું કરવા ટેવાયેલું છે. કોઈપણ ક્ષેત્રમાં સુરત પોતાની હાજરી નોંધાવતું જ હોય છે. હાલ સુરતમાં ચાલુ થયેલ એક રેસ્ટોરન્ટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ રેસ્ટોરન્ટની થીમ લોકોને આકર્ષી રહી છે. અહીં જમવા માટે તમે જાઓ તો તમારો ઓર્ડર કોઈ વેઈટર નહિ પરંતુ નાનકડી ટ્રેન લઇને આવશે. જેને જોઈને નાના બાળકો તો ઠીક પણ મોટા ઓ ને પણ મઝા પડી રહી છે. સુરતવાસીઓ હાલ તો આ ટ્રેન ને જોવા માટે ખાસ આ રેટોરન્ટમાં જમવા આવી રહ્યા છે. જમવાની સાથે સાથે સુરતીઓને આ યુનિક થીમ પણ ખુબ પસંદ આવી રહી છે. બીજી રસપ્રદ વાત એ છે કે અહીં ટેબલના નામ પણ સુરતના અલગ અલગ વિસ્તારોને ધ્યાને રાખીને મુકવામાં આવ્યા છે. એટલે ગ્રાહકો જે વિસ્તારમાંથી જમાવ આવ્યા હોય તે વિસ્તારના ટેબલ પર બેસીને જમવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોને પોતાના ટેબલની બાજુમાંથી પસાર થતી ટ્રેન જોવાની ખૂબ મજા પડી રહી છે બાળકોની સાથે સાથે મોટાઓ પણ આ અદભૂત નજારો પોતાના મોબાઈલમાં કેદ કરવાનું ચૂકતા નથી. અત્યાર સુધી તમે જોયું હશે કે લોકો હોટલમાં જમવા જાય તો જમવાની ડીશના ફોટા પાડતા હોય છે પરંતુ આ રેસ્ટોરન્ટમાં જમવા આવનાર લોકો તેમને જમવાનું પહોંચાડનાર ટ્રેનનો વિડીયો બનાવતા હોય છે.
કોરોના બાદ હવે જયારે તમામ જાહેર સ્થળો પર છૂટછાટ મળી છે ત્યારે ગ્રાહકોને આકર્ષવા કંઈક નવું કરવાનો વિચાર હતો અને આ રેસ્ટોરન્ટ ના યુવા ઓનર હેમંત ચૌધરી ને ક્યાંકથી આ થીમ મળી અને તેમણે એના પર કામ શરુ કર્યું અને ટ્રેઈન રેસ્ટોરન્ટ બનાવ્યું. ખાસ તો ચેલેન્જ હતું કે ટ્રેન ને આખા રેસ્ટોરન્ટમાં લોકોની વચ્ચે દોડાવવી અને તે સફળતા પૂર્વક તેમણે પર પાડયું. બીજું કે આખા સુરતમાંથી ગ્રાહકો અહીં જમવા આવે તો તેમને પોતાના વિસ્તાર સાથે એટેચ કરવાના ખ્યાલે તેમણે અહીંના દરેક ટેબલ પર અલગ અલગ વિસ્તારના નામો મુખ્ય જેથી ગ્રાહક ને પોતીકું લાગે.
હાલ તો સુરતીઓને માટે એક નવું નજરાણું આ ટ્રેઈની રેસ્ટોરન્ટ બની ગયું છે. અહીં જમવા આવતા દરેક નાના મોટાને આ નાનકડી ટ્રેનનું ઘેલું લાગ્યું છે.