Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોલીસ દ્વારા યોજાયો યુનિક કાર્યક્રમ, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રી દ્વારા ચેક અર્પણ કરાયા

સુરત પોલીસે 300 લોકોને લોન મેળામાં ચેક અર્પણ કર્યાપોલીસ દ્વારા થોડા દિવસો પહેલા લોનમેળાનું આયોજન કરાયું  ઈન્ડોર સ્ટેડિયમ ખાતે લોન મેળામાં ચેક વિતરણ કરાયાગૃહમંત્રી હર્ષ સંઘવી,ભાજપ પ્રદેશ C.R પાટીલ,હસ્તે ચેક અર્પણસુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા લોન મેળામાં લાભાર્થીઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સ
04:32 PM Feb 04, 2023 IST | Vipul Pandya
સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા લોન મેળામાં લાભાર્થીઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સાથે જ મંત્રી મુકેશ પટેલ અને કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી દર્શના જરદોશ તેમજ વિવિધ બેંકના હોદ્દેદારો મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો 
સુરત શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જરૂરિયાત મંદ લોકો વ્યાજખોરોના ચંગુલમાન ફસાય તેવા હેતુસર પોલીસ દ્વારા વ્યાજ ખોરી દૂષણ દૂર કરવાનો સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા જરૂરિયાત લોકોને મદદ કરવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું .ત્યાર બાદ આજે લોન મેળાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મંત્રી મુકેશ પટેલ કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશ, સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર આયુષ ઓક અને વિવિધ બેન્કના ચેરમેનો અને મેનેજરો સહિત મોટી સખ્યમાં લોકો એ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું. 

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમ યોજાયો 
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,ગુજરાત ફર્સ્ટ સાથે ની વાત ચિતમાં લાભાર્થી ઓએ સરકાર સહિત પોલીસ નો પણ આભાર માન્યો હતો,પોલીસ ની કામગીરી ની સરાહન કરી હતી,આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા માત્ર એક મહિનામાં 226 જેટલા કેસ વ્યાજખોરો સામે કરવામાં આવ્યા છે અને 291 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 જેટલા આરોપી સામે પાસા હેઠળ પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે.વધુ માં તેઓ એ કહ્યું હતું કે નાગરિકોને જરૂરિયાત મંદ લોકો ને હેરાન કરનારને છોડવા માં આવશે નહીં.
રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને અભિનંદન આપવામાં આવ્યા 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને અભિનંદન આપવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરીને ગૃહ રાજ્યમંત્રી એ બિરદાવી હતી, સાથે જ તેમણે સુરત પોલીસ કમિશનરને અપીલ પણ કરી હતી કે જે પ્રકારે વ્યાજખોર સામે કાર્યવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે તે જ પ્રકારે કામગીરી પોલીસ વિભાગ દ્વારા આખું વર્ષ કરવામાં આવે.તેવી અપીલ અને આશા રાખું છું.
પોલીસ તરફથી પણ લોકોને લોન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આ કાર્યક્રમને યુનિક ગણાવવામાં આવ્યું હતું લોન મેળાના ચેક વિતરણ કાર્યક્રમમાં મોટી હસ્તીઓ પણ આવી હોવાનું તેમણે ધ્યાન દોર્યું હતું,વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે એક સમયે લોકોને પોલીસ બોલાવે તો ડર લાગતો હતો પરંતુ આજે લોકોને લોન લેવા પોલીસ બોલાવે છે. તે લોકોનો પોલીસ પર વિશ્વાસ નો પરિણામ છે.જે એક સારી બાબત છે.પોલીસ તરફથી પણ લોકોને લોન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ક્રાઈમ ઘટતા પોલીસ પાસે સમય વધ્યો છે અને એટલે જ તેઓ લોકોની મદદ કરી રહ્યા છે.જેથી તમામ એ સમયસર હફતા ભરવા રૂપિયા ચકવવા ની પણ અપીલ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી,
સુરત પોલીસ કમિશનરના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા 
સુરતના ઇન્ડો સ્ટેડિયમ ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં 300 કરતાં વધુ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ, કેન્દ્રીય કક્ષાના રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, સુરત પોલીસ કમિશનરના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા..લાભાર્થીઓને 50000થી લઈને પાંચ લાખ સુધીના ચેક વિતરણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા.
આપણ  વાંચો-  ત્રીપલ હત્યા, લૂંટનો આરોપી પેરોલ ઉપર છૂટ્યા બાદ પોલીસને ચેલેન્જ આપતો વિડીયો બનાવતા પોલીસે ઘરમાંથી ઉઠાવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.








Tags :
BeneficiaryC.RPatilDisbursementchecksGujaratFirstHomeMinisterHarshSanghviIndoorStadiumLoanFairSuratઇન્ડોરસ્ટેડિયમસુરત
Next Article