Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાંતા ખાતે પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓનો તમાકુ નિયંત્રણ વર્કશોપ યોજાયો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓ આવેલા છે તે પૈકી દાંતા તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. દાંતા તાલુકામાં વિવિધ સરકારી ઓફિસ આવેલી છે ત્યારે આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીજિલ્લા એપેડેમિક અધિકારી સાહેબ શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી દાંતા ખાતે 'તમાકુ ફ્રી શાળા કેમ્પેન' અંતર્ગત દાંતા તાàª
દાંતા ખાતે પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓનો તમાકુ નિયંત્રણ વર્કશોપ યોજાયો
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓ આવેલા છે તે પૈકી દાંતા તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. દાંતા તાલુકામાં વિવિધ સરકારી ઓફિસ આવેલી છે ત્યારે આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીજિલ્લા એપેડેમિક અધિકારી સાહેબ શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી દાંતા ખાતે "તમાકુ ફ્રી શાળા કેમ્પેન" અંતર્ગત દાંતા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓનો તમાકુ નિયંત્રણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
આવર્કશોપમાં તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાઓના 50જેટલા મુખ્ય શિક્ષકશ્રી ઓ હાજર રહેલ આ વર્કશોપમાં જિલ્લા કક્ષાએ થી ટોબેકો સેલ પાલનપુરના શ્રી અનિલભાઈ રાવલ અને કમરઅલી નાંદોલીયા એ પી.પી.ટી થી તમાકુ અને તેની બનાવટના સેવન થી થતી આડ અસરો અને બીમારીઓ વિશે વિસ્તૃત સમજણ આપેલ તેમના જણાવ્યા મુજબ તમાકુના સેવનથી ભારતમાં રોજના 2300 જેટલા મરણ થાય છે તથા એક બીડી કે સિગારેટમા4,000 જેટલા હાનિકારક કેમિકલ છુપાયેલા હોય છે જેમાંથી 70 જેટલા ગંભીર હાનિકારક તત્વો રહેલા હોય છે વધુમાં તેમને શાળામાં તમાકુ ફ્રી શાળા કરવા લોક જાગૃતિ કરવી તેમજ શાળાની આજુબાજુની 100 મીટરની ત્રિજ્યા મા તમાકુનું વેચાણના થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવા સમજ આપવામાં આવી હતી.
આજે પણ આવો સરસ કાર્યક્રમ યોજાયો હતો
 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કેટલીક વખત સારા કાર્યક્રમ થતા હોય છે ત્યારે આજે પણ આવો સરસ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનું સફળ માર્ગદર્શન અને સંચાલન THO શ્રીર્ડો.નિશાબેન ડાભી અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી હસમુખભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ હતું.
Advertisement
Tags :
Advertisement

.