ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પીરાણામાં યોજાશે RSSની ત્રિ દિવસીય બેઠક

અમદાવાદ શહેરના પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિ- દિવસીય બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત, સર કાર્યવાહક દત્તાત્રેત હોસબલે સહિત સંઘના તથા વિવિધ સંગઠનો પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. RSSની આ ખાસ બેઠકમાં વિવધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠકમાં સમગ્ર દેશમાંથી સંઘના કાર્યકર્તાઓ ભાગ લેશે. બેઠકમાં દેશના સાંપ્રત મુદ્દાઓનà«
11:45 AM Mar 09, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરના પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિ- દિવસીય બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત, સર કાર્યવાહક દત્તાત્રેત હોસબલે સહિત સંઘના તથા વિવિધ સંગઠનો પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. RSSની આ ખાસ બેઠકમાં વિવધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠકમાં સમગ્ર દેશમાંથી સંઘના કાર્યકર્તાઓ ભાગ લેશે. 
બેઠકમાં દેશના સાંપ્રત મુદ્દાઓની કરાશે ચર્ચા 
બેઠકમાં ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતા બનાવવા તેના પર ચર્ચા વિમર્શ કરવામાં આવશે તથા 1 લાખથી વધુ સ્થળ પર સંઘનું કાર્ય ફેલાય તેવો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. સંઘના 100 વર્ષ આગામી 2025માં પૂર્ણ થવાના છે તેથી સંઘનો વ્યાપ આગામી 2 વર્ષમાં કેવી રીતે વધારવો તેની પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બેઠકમાં  આત્મનિર્ભર ભારત યોજનાને કેવી રીતે વેગ આપવો અને  ગ્રામીણ વિસ્તારમાં લઘુ ઉદ્યોગોને કેવી રીતે સ્વાવલંબી બનાવવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. દેશની અંદરની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી  કાશ્મીરના મુદ્દાના નિરાકરણ સહિતના મુદ્દા પર ચર્ચા વિમર્શ કરવામાં આવશે.

બે વર્ષ બાદ ઓફલાઇન બેઠક 
દર વર્ષે સંઘ દ્વારા પ્રતિનિધિ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ છેલ્લા બે વર્ષ કોરોનાની પરિસ્થિતિને જોતા ઓનલાઇન બેઠકનું  આયોજન કરવામાં આવતું હતું પરંતુ હવે પરિસ્થિતિને જોતા આ બેઠક ઓફલાઇન કરવામાં આવી રહી છે. 
Tags :
GujaratFirstMohanBhagwatRSS
Next Article