Live મેચમાં આંતકીએ પોતાને બોમ્બથી ઉડાવ્યો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માં એક હૃદયદ્રાવક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. કાબુલના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ માં રમાઈ રહેલી શાપગીઝા ક્રિકેટ લીગની મેચ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ ના સમાચાર આવ્યા છે. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, એક આતંકવાદીએ પ્રેક્ષકોમાં પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ મેચમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ પણ રમી રહ્યા હતા. સ્ટેડિયમમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ નાસભાગ મચી ગઈ હતી à
Advertisement

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માં એક હૃદયદ્રાવક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. કાબુલના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ માં રમાઈ રહેલી શાપગીઝા ક્રિકેટ લીગની મેચ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ ના સમાચાર આવ્યા છે. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, એક આતંકવાદીએ પ્રેક્ષકોમાં પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ મેચમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ પણ રમી રહ્યા હતા. સ્ટેડિયમમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ નાસભાગ મચી ગઈ હતી અને દર્શકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ વિસ્ફોટમાં કેટલા લોકોના મોત થયા તેના કોઈ સમાચાર નથી. જો કે તમામ ખેલાડીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે.
BREAKING 🚨 Reports of explosion in Kabul stadium in Afghanistan
— Insider Paper (@TheInsiderPaper) July 29, 2022
શાપગીઝા ક્રિકેટ લીગ મેચમાં વિસ્ફોટ
ત્યારે મેચમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ રમી રહ્યા હતા. પાકિસ્તાની ખેલાડી ઈફ્તિખાર અહેમદ, મીર હમઝા અને કામરાન ગુલામ આ મેચનો ભાગ હતા. માનવામાં આવી રહ્યું છે કે તમામ ખેલાડીઓ સુરક્ષિત છે. બ્લાસ્ટ બાદ તરત જ ખેલાડીઓ અને મેચ અધિકારીઓને સ્ટેડિયમના એક બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં કેટલાક લોકોના મોત થયાના અહેવાલ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
આ રીતે મેચનો નિર્ણય જાહેર કરાયો
શાપગીઝા એ અફઘાનિસ્તાનની સ્થાનિક લીગ છે. જેમાં ઘણા વિદેશી ખેલાડીઓએ પણ ભાગ લીધો છે. આ લીગમાં પાકિસ્તાનના ખેલાડીઓ પણ રમવા જાય છે. રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટ પામિર ઝાલ્મી અને બેન્ડ-એ-આમીર ડ્રેગન વચ્ચે ચાલી રહેલી મેચ દરમિયાન થયો હતો. બ્લાસ્ટને કારણે મેચ લાંબા સમય સુધી અટકી પડી હતી, ત્યારબાદ મેચનો નિર્ણય ડકવર્થ લુઈસના નિયમ અનુસાર કરવામાં આવ્યો હતો. બેન્ડ-એ-આમિરની ટીમને 10 ઓવરમાં 94 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને આ ટીમે 7.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પહેલા પામિર ઝાલ્મીએ 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા.
Advertisement