Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોબાઈલ વાપરવા અંગે કચકચ કરતાં મા-બાપ સાથે કિશોરે ન કરવાનું કર્યું

ઝાંસીના સિપરી બજારમાં રહેતો એક કિશોર આખો દિવસ મોબાઈલને વળગી રહેતો હતો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નજીક આવી ત્યારે તેના મા-બાપે મોબાઈલમાં ગેમ રમવાની મનાઈ ફરમાવી દીધી. જે બાદ કિશોરે તેના માતા-પિતાના રાત્રિ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવવાનું શરૂ કર્યુ.અને પરિવારના સભ્યો સૂઈ ગયા બાદ કિશોર આખી રાત મોબાઈલમાં ગેમ રમતો રહેતો.કિશોરના મનમાં એ વાતનો વિચાર સુદ્ધા ન આવ્યો કે ઉંઘની ગોળીઓથી તેના મા
મોબાઈલ વાપરવા અંગે કચકચ કરતાં મા બાપ સાથે કિશોરે ન કરવાનું કર્યું
ઝાંસીના સિપરી બજારમાં રહેતો એક કિશોર આખો દિવસ મોબાઈલને વળગી રહેતો હતો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નજીક આવી ત્યારે તેના મા-બાપે મોબાઈલમાં ગેમ રમવાની મનાઈ ફરમાવી દીધી. જે બાદ કિશોરે તેના માતા-પિતાના રાત્રિ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવવાનું શરૂ કર્યુ.અને પરિવારના સભ્યો સૂઈ ગયા બાદ કિશોર આખી રાત મોબાઈલમાં ગેમ રમતો રહેતો.કિશોરના મનમાં એ વાતનો વિચાર સુદ્ધા ન આવ્યો કે ઉંઘની ગોળીઓથી તેના માતા-પિતાને કેટલું નુકસાન થઇ શકે છે. પરિવારને શંકા જતાં તેમણે પુત્રના રૂમની તપાસ કરી અને ઊંઘની ગોળીઓ મળી આવતાં આ રહસ્ય ખુલ્યું. 
આવો માત્ર એક  મામલો નથી. એવા પણ મામલા સામે આવ્યા છે.જેમાં ગેમ રમવાનો ઇન્કાર કરવા પર બાળકો તેમના માતા-પિતા સાથે મારપીટ કરવા લાગે. હાલમાં જ લખનઉમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક કિશોરે તેની માતાએ તેને મોબાઈલ ગેમ PUBG રમવાની મનાઇ કરતા કિશોરે  પોતાની માતાની ગોળી મારીને હત્યા કરી નાખી એટલું જ નહીં તેણે મૃતદેહને  ત્રણ દિવસ સુધી છુપાવીને પણ રાખ્યો.
સાર્વત્રિક રીતે જોઇએ તો તબીબો પાસે એવા કિસ્સાઓ સામે આવવાની સંખ્યા વધી છે, જેમાં મોબાઇલ ગેમ રમવાથી રોકવા પર બાળક હિંસક વ્યવહાર શરૂ કરી દે. કોઇ તો પરિવારજનોને આપઘાતની ધમકી પણ આપવા લાગે છે. કોરોનાકાળમાં ઘરમાં પુરાઇ રહેવાને કારણે બાળકોને મોબાઇલની લત વધારે લાગી છે.પહેલા આવા બે-ચાર કિસ્સાઓ સામે આવતા હતા.પરંતુ હવે તેની સંખ્યા ખુબ વધી છે.
તબીબો આને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર ગણાવે છે.જેમાં દર્દી કોઇ વસ્તુ સાથે જોડાઇ જાય તો પછી તેનાથી તે પોતાને અલગ નથી કરી શકતો. જો આવા બાળકો મોબાઇલ ગેમ સાથે જોડાઇ જાય તો પછી તેનાથી અલગ થવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. તેમને જાણે મોબાઇલ ગેમનો નશો થઇ જાય છે. તેમના માટે આસપાસનું વાતાવરણ કે આસપાસના લોકોની હાજરી શૂન્ય બની જાય છે. 
Advertisement
Tags :
Advertisement

.