Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ, મિશેલની તોફાની ઈનિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે રનચેઝ કરવાની યોજના અપનાવી હતી. ન્યુઝીલેન્ડના ઓપનરોએ વનડે સિરીઝમાં કારમી હાર બાદ હવે ટી20માં પૂરી તાકાત લગાવવાનો પ્રયાસ શરુઆતથી કર્યો હતો. આક્રમક અંદાજમાં ઓપનરોએ શરુઆત કરી હતી. ઓપનર ડેવેન કોન્વેએ અડધી સદી નોંધાવી હતી. વોશિંગ્ટન સુંદરે ક
ટીમ ઈન્ડિયાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ  મિશેલની તોફાની ઈનિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે રનચેઝ કરવાની યોજના અપનાવી હતી. ન્યુઝીલેન્ડના ઓપનરોએ વનડે સિરીઝમાં કારમી હાર બાદ હવે ટી20માં પૂરી તાકાત લગાવવાનો પ્રયાસ શરુઆતથી કર્યો હતો. આક્રમક અંદાજમાં ઓપનરોએ શરુઆત કરી હતી. ઓપનર ડેવેન કોન્વેએ અડધી સદી નોંધાવી હતી. વોશિંગ્ટન સુંદરે કમાલની બોલિંગ કરી હતી. નિર્ધારીત 20 ઓવરમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કોન્વે અને મિશેલની અડધી સદીની મદદથી નોંધાવ્યો હતો.

Advertisement



કુલદીપ યાદવે 2 વિકેટ  ઝડપી  હતી

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડની આક્રમક અંદાજ સામે બોલિંગ એટેક પૂરી તાકાતથી કર્યો હતો. વોશિંગ્ટન સુંદરે તોફાની શરુઆત કરનાર ઓપનર ફિન એલનની વિકેટ ઝડપવા સાથે એક જ ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપી ભારતને શરુઆતમાં જ રાહત અપાવી હતી. ત્યાર બાદ અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે ફિલીપ અને કોન્વેના શિકાર ઝડપ્યા હતા.

Advertisement

Advertisement

કોન્વેની અડધી સદી

ટોસ હારીને બેટિંગ કરતા કિવી ટીમના ઓપનરો ડેવોન કોન્વે અને ફિન એલેને આક્રમક શરુઆત કરી હતી. બંનેએ 43 રનનો પાર્ટનરશિપ પ્રથમ વિકેટ માટે કરી હતી. ભારતને પ્રથમ સફળતા ફિન એલેનના રુપમાં મળી હતી. એલન 23 બોલમાં 35 રન નોંધાવીને વોશિંગ્ટન સુંદરનો શિકાર થયો હતો. સુંદરની ઓવર પર પહેલા એલેને છગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં વધુ એક શોટ લગાવવા જતા સૂર્યાના હાથમાં ઝડપાયો હતો. એલન બાદ માર્ક ચેપમેન ક્રિઝ પર આવ્યો હતો. તેણે 4 બોલનો સામનો કર્યો હતો. ચેપમેનને શૂન્ય રને જ પરત મોકલ્યો હતો. માર્કે 4 બોલનો સામનો કર્યો હતો અને પાંચમી ઓવરના અંતિમ બોલ ને પુશ કરવા જતા સુંદરે ડાઈવ લગાવીને બોલને પોતાના હાથમાં ઝડપી લીધો હતો. સુંદરે પાંચમી ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપી હતી. આમ કિવી ટીમનુ સ્કોરબોર્ડ થોડુક ધીમુ પડ્યુ હતુ.


ડેરેન મિશેલે તોફાની રમત રમીને 26 બોલમાં 50 રન  બનાવ્યા 

જોકે બાદમાં ડેરેન મિશેલે તોફાની રમત રમીને 26 બોલમાં 50 રન 5 છગ્ગા સાથે પુરા કર્યા હતા. તેણે ડેથ ઓવરમાં ભારતીય બોલરો પર બેટ વડે તોફાની રમત બતાવી હતી. અંતિમ ઓવરમાં તેણે સળંગ 3 છગ્ગા અને ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરની શરુઆત અર્શદીપે નો બોલથી શરુઆત કરી હતી. જેની પર પહેલાજ છગ્ગો લગાવ્યો હતો અને ફ્રિ હિટમાં વધુ એક છગ્ગો સહવો પડ્યો હતો.

આપણ  વાંચો-  ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનવાથી એક ડગલું દૂર, ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં બનાવી જગ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.