Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગરના સથરા ગામે વર્ગખંડમાં મધમાખીનું ઝુંડ ત્રાટકયુ, અફરા તફરીનો માહોલ

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે બોર્ડ પરીક્ષા દરમિયાન બુધવારે ચોંકાવનારી ઘટના બની હતી, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા પરીક્ષા સાથે સંકળાયેલા સ્ટાફનો જીવ અદ્ધર થઇ ગયો હતો.પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મધમાખીનુ ઝુંડ ધસી આવતાં વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. મધમાખીઓએ 10 વિદ્યાર્થીઓને ડંખ મારતાં તેમને સારવાર આપવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન બની ઘટના ધોરણ 10 અને 12ની પરીકà
08:16 AM Mar 30, 2022 IST | Vipul Pandya
ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે બોર્ડ પરીક્ષા દરમિયાન બુધવારે ચોંકાવનારી ઘટના બની હતી, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા પરીક્ષા સાથે સંકળાયેલા સ્ટાફનો જીવ અદ્ધર થઇ ગયો હતો.પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મધમાખીનુ ઝુંડ ધસી આવતાં વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. મધમાખીઓએ 10 વિદ્યાર્થીઓને ડંખ મારતાં તેમને સારવાર આપવામાં આવી હતી. 
પરીક્ષા દરમિયાન બની ઘટના 
ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે . દરમિયાન ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે પણ સ્કુલમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. સવારે જયારે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે અચાનક વર્ગખંડમાં મધમાખીનું ઝુંડ ધસી આવ્યું હતું.વિદ્યાર્થીઓ કંઇ સમજે તે પહેલાં જ મધમાખીઓનું ઝુંડ ત્રાટકતાં વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા અને દોડધામ મચી ગઇ હતી. વિદ્યાર્થીઓએ મધમાખીઓથી બચવા માટે ભારે પ્રયાસ કર્યા હતા પણ 10 વિદ્યાર્થીઓને મધમાખીઓએ ઝપેટમાં લઇ તેમને ડંખ માર્યા હતા.
10 વિદ્યાર્થીઓને સારવાર અપાઇ 
વિદ્યાર્થીઓ બુમાબુમ કરી ક્લાસની બહાર દોડયા હતા.સ્કુલનો સ્ટાફ અને પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ દોડયા હતા અને ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 3 એમ્બ્યુલન્સ તુરત જ શાળામાં પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સારવાર આપી હતી. ઘટનાના પગલે વહિવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. સારવાર બાદ ફરીથી પરીક્ષા કાર્ય શરુ કરાયુ હતું.
Tags :
beesatackBhavnagarboardexamGujaratFirst
Next Article