Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી એરપોર્ટ પર બની વિચિત્ર ઘટના, વિમાનના આગળના વ્હીલ સામે આવી ગઇ કાર, Video

દિલ્હી એરપોર્ટ પર આજે એક વિચિત્ર ઘટના બની હતી. અહીં એરપોર્ટ પર ગો ફર્સ્ટ એરલાઇનની કાર ઈન્ડિગો A320neo એરક્રાફ્ટની નીચે આવી ગઇ હતી, જેના કારણે તે એરક્રાફ્ટના નોઝ વ્હીલને અથડાતા રહી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ મામલાની તપાસ કરશે, જે એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર બની હતી.મંગળવારે દિલ્હી એરપોર્ટ પર 'ગો ફર્સ્ટ' એરલાઇનની કાર 'ઇન્ડિગો'ના A320ne
10:22 AM Aug 02, 2022 IST | Vipul Pandya
દિલ્હી એરપોર્ટ પર આજે એક વિચિત્ર ઘટના બની હતી. અહીં એરપોર્ટ પર ગો ફર્સ્ટ એરલાઇનની કાર ઈન્ડિગો A320neo એરક્રાફ્ટની નીચે આવી ગઇ હતી, જેના કારણે તે એરક્રાફ્ટના નોઝ વ્હીલને અથડાતા રહી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ મામલાની તપાસ કરશે, જે એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર બની હતી.
મંગળવારે દિલ્હી એરપોર્ટ પર 'ગો ફર્સ્ટ' એરલાઇનની કાર 'ઇન્ડિગો'ના A320neo એરક્રાફ્ટની નીચે આવી હતી, જોકે, તે ફ્રન્ટ વ્હીલ સાથે અથડાતા રહી ગઇ હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. ઉડ્ડયન ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એરલાઇન 'ઈન્ડિગો'ના વિમાનને કોઈ નુકસાન થયું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્લેન મંગળવારે સવારે ઢાકા (બાંગ્લાદેશની રાજધાની) માટે રવાના થવાનું હતું, ત્યારે એરલાઇન 'ગો ફર્સ્ટ'ની એક કાર તેની નીચે આવી ગઈ હતી, જો કે તે ફ્રન્ટ વ્હીલ સાથે અથડાતા રહી ગયું હતું. આ પહેલા પણ ઘણા વિમાનમાં સતત ટેકનિકલ અને ઓપરેશનલ ખામીઓને કારણે, તેને રદ કરવામાં આવ્યું અથવા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવેલ છે. 

એરપોર્ટના ટર્મિનલ-2ના સ્ટેન્ડ નંબર 201 પર ગો ફર્સ્ટ એરલાઇનની કાર વિમાનની આગળ પહોંચી ત્યારે આ અકસ્માત થતા રહી ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં પ્લેન અને કારને કોઈ નુકસાન થયું નથી. આ સિવાય કોઈને ઈજા થઈ નથી. આ અકસ્માત બાદ કાર ચાલકને પકડી લેવામાં આવ્યો હતો અને તેનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જાણવા મળ્યું કે કાર ચાલકે દારૂ પીધો ન હતો. પ્લેન થોડીવાર પછી પટના જવા માટે ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. 
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર પ્લેન સાથે અથડાઇ નથી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘટના કાર ચાલકની ભૂલને કારણે થઇ હતી કે તેણે જાણી જોઈને કરી હતી.  
આ પણ વાંચો - ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીથી રાજકોટ એરપોર્ટ પર મુસાફરો અટવાયા, ચાર દિવસમાં ત્રીજી ઘટના
Tags :
carDelhiAirportDIAGujaratFirstIndigoFlightVideoViralVideo
Next Article