Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અકસ્માતની વિચિત્ર ઘટના ! પરીક્ષા આપી ઘરે જતી યુવતીને મળ્યું મોત

વડોદરા શહેરમાં બેફામ દોડતા ભારે વાહનોના કારણે ટુ વ્હીલર ચાલકો એ રસ્તા પર જીવ હથેળી પર લઈને ચાલવું પડે છે.તેવામાં આજે અકસ્માતની બનેલી એક વિચિત્ર ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું STબસની અડફેટે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી કીર્તિ નાયક તેની સહેલી વૈભવી પ્રજાપતી સાથે યુનિવર્સિટી માંથી પરીક્ષા આપ
03:44 PM Feb 04, 2023 IST | Vipul Pandya
વડોદરા શહેરમાં બેફામ દોડતા ભારે વાહનોના કારણે ટુ વ્હીલર ચાલકો એ રસ્તા પર જીવ હથેળી પર લઈને ચાલવું પડે છે.તેવામાં આજે અકસ્માતની બનેલી એક વિચિત્ર ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું STબસની અડફેટે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી કીર્તિ નાયક તેની સહેલી વૈભવી પ્રજાપતી સાથે યુનિવર્સિટી માંથી પરીક્ષા આપીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.તેવામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી રિક્ષા સાથે અચાનક ટક્કર વાગતાં એક્ટિવા પર સવાર આ બંને યુવતીઓ ધડાકાભેર રસ્તા પર પછડાઈ હતી.કમનસીબે પાછળ થી પુરફાટ ઝડપે આવી રહેલી ST બસે નીચે પટકાયેલી આ બંને યુવતીઓને પોતાની અડફેટે લેતા આ બંને યુવતીઓને ગંભીર પ્રકારની ઈજાઓ પોહચી હતી.જેમાં બે પૈકી એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
યુવતીનું STબસની અડફેટે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું
શહેરના જેલ રોડ પર જીવલેણ વળાંકના કારણે ભૂતકાળમાં અકસ્માત ના અનેક બનાવો બની ચૂક્યા છે તેવામાં આજે બનેલી અકસ્માતની આ વિચિત્ર ઘટના એ એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલી 21 વર્ષીય કીર્તિ નાયકને મોત નેઘાટ ઉતારી દીધી છે.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી અન્ય યુવતી  વૈભવી પ્રજાપતી ને રાહદારીઓ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે શહેરની સયાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
એક રિક્ષાએ એક્ટિવા પર સવાર બંને યુવતીઓને પોતાની અડફેટે લીધી
વડોદરા શહેરના છાણી ગામ રહેતી કીર્તિ નાયક એમ.એસ. યુનિવર્સિટી ની ટેકનોલોજી ફેકલ્ટીમાં TY BCOMની પરીક્ષા આપીને પોતાની સહેલી સાથે એક્ટિવા પર પોતાના ઘર તરફ જઈ રહી હતી.દરમિયાન સયાજી હોસ્પીટલ જવાના માર્ગે પૂરફાટ ઝડપે આવી રહેલી એક રિક્ષાએ એક્ટિવા પર સવાર બંને યુવતીઓને પોતાની અડફેટે લીધી હતી.એક્ટિવા પર થી નીચે પટકાયેલી આ બંને યુવતીઓ પાછળથી આવતી ST બસની અડફેટે આવી હતી.જેના કારણે આ બંને યુવતીઓને ગંભીર પ્રકાર ની ઈજાઓ પોહચી હતી 
પોલીસે ઘટના સ્થળે પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 
જેલ રોડ પર બનેલી આ અકસ્માતની ઘટનામાં સ્થળ પર જ એક યુવતીનું મોત નિપજતાં ST ચાલક પેસેન્જરને કન્ડક્ટર નાભરોસે મૂકી અકસ્માતના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતના પગલે મોટી માત્રામાં લોક ટોળા એકત્રીત થતાં સમગ્ર મામલો રાવપુરા પોલીસ મથકે પોહોચ્યો હતો.જેથી પોલીસે ઘટના સ્થળે પોહચી સ્થિતિ પર કાબુ મેળવી કાયદેસર નીકાર્યવાહી હાથ ધરી છે.મહત્વ નું છે કે 21 વર્ષીય આશાસ્પદ યુવતીનું અકસ્માતમાં મોત નિપજવાના સમાચાર મળતાની સાથે જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તો બીજી તરફ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીના અકસ્માતમાં મૃત્યુ થયાની જાણ થતાં જ વિદ્યાર્થી આલમમાં દુઃખ નું મોજું ફરીવડ્યું હતું. આ અકસ્માતમાં કીર્તિ નાયકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે ત્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૈભવી પ્રજાપતી ને હાલ સયાજી સિવિલ હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.
આપણ  વાંચો- વિશ્વના 50 ટકાથી વધુ પુરૂષ ધૂમ્રપાન કરનારા આ ત્રણ દેશોમાં રહે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
anaccidentDeathgaveexamGujaratFirstM.S.UniversityTwoWheelerSTBusVadodara
Next Article