Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખમણ-ઢોકળાની છાપ ભૂંસાઈ છે, ગુજરાતના ખેલાડીઓ મેડલ લાવે છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં (Gujarat) 36મી નેશનલ ગેમ્સને (National Games 2022) લઈને અમદાવાદના ગોધાવી સંસ્કારધામમાં નેશનલ ગેમ્સનો પહેલો સ્પોર્ટ્સ કોન્ક્લેવ (Sports Conclave) યોજાયો છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) હાજર રહ્યાં હતા. આ કોન્ક્લેવમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, તેમજ મોનલ ચોક્સી, પીવી સિંધુ, વીવીએસ લક્ષ્મણ સહિતના રમતવીરો હà
ખમણ ઢોકળાની છાપ ભૂંસાઈ છે  ગુજરાતના ખેલાડીઓ મેડલ લાવે છે  ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ગુજરાતમાં (Gujarat) 36મી નેશનલ ગેમ્સને (National Games 2022) લઈને અમદાવાદના ગોધાવી સંસ્કારધામમાં નેશનલ ગેમ્સનો પહેલો સ્પોર્ટ્સ કોન્ક્લેવ (Sports Conclave) યોજાયો છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) હાજર રહ્યાં હતા. આ કોન્ક્લેવમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, તેમજ મોનલ ચોક્સી, પીવી સિંધુ, વીવીએસ લક્ષ્મણ સહિતના રમતવીરો હાજર રહ્યાં હતા.
નેશનલ ગેમ્સ 2022માં (National Games 2022) સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીના વિવિધ રાજ્યોના કુલ 45 રમતવીરો 7 અલગ અલગ રમતોમાં ભાગ લેશે. તેમજ કોન્ક્લેવમાં સ્પોર્ટ્સ ઉદ્યોગ સાહસિકો વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી અને 'રાષ્ટ્રનિર્માણમાં રમત-ગમતની ભૂમિકા' અને 'નવી શિક્ષણનીતિ અને સ્પોર્ટ્સ, બોડી ફિટ તો માઈન્ડ હિટ' બન્ને વિષયો પર ચર્ચા સત્રનું પણ આયોજન થવાનું છે.
નેશનલ ગેમ્સમાં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત થશે: ગૃહ રાજ્યમંત્રીશ્રી
આ તકે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું કે, આવતીકાલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) હસ્તે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન થશે. 100 દિવસ પહેલા પત્ર લખી હોસ્ટ બનવા જણાવ્યું હતું. ગુજરાતે માત્ર 90 દિવસમાં તૈયારી કરી, આ 90 દિવસની યાત્રા માટે મોદીજીએ વર્ષ 2002માં શરૂઆત કરી હતી. પહેલા ગુજરાતના ખેલાડીઓને  ખમણ ઢોકળા, ફાફડા જલેબી કહી બોલાવતા અને  આજે 2022માં ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક અને પેરા ઓલમ્પિકમાં મેડલ આપાવ્યા છે.
ગુજરાતમાં નાગરિકો સાથે મળી વ્યવસ્થા ઉભી કરી છે. ખેલાડીઓ રમતમા સારૂ પ્રદર્શન કરે, ગુજરાતી ખાવામાં અને દાંડિયા માં નંબર વન છે. ગુજરાતમાં આખો દિવસ રમ્યા બાદ રાત્રે ગરબા રમશે. નેશનલ ગેમ્સ પહેલા બાળકો સાથે ગેમ રમ્યા પારંપરિક ગેમ્સમાં બાળકોએ ભાગ લીધો, ગામડા અને શહેરોના બાળકોએ આ રમતોમાં ભાગ લીધો છે. રમતોને ગામડા સુધી લઈ જવાનો પ્રયાસ ગુજરાત સરકારે કર્યો છે. હું વડાપ્રધાનનો ખાસ આભાર માનું છું કે રમતો માટે તમણે વ્યવસ્થાઓ બનાવી હતી. નેશનલ ગેમ્સમાં દેશના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાશે.
વિકસિત રાષ્ટ્ર બનાવવા રમતનો મોટો ભાગ હશે : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રીએ ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પોતાના ભાષણની શરૂઆતમાં હર્ષ સંઘવીને વાઇબ્રન્ટ મંત્રી કહી સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું, જે ખેલાડી રમે તેને હારવાની બીક ના હોય, છેલ્લી પળ સુધી હિંમત ન હારે એ ખેલાડી કહેવાય. નરેન્દ્રભાઈએ (Narendra Modi) ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો, એમણે ગુજરાતનો વિકાસ કર્યો. આજે ગુજરાતના ખેલાડીઓ દેશ અને દુનિયામાં નામ આગળ લાવી રહ્યા છે. નરેન્દ્રભાઈને કારણે દેશ બદલાઈ રહ્યો એવું લાગે છે. તેમણે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આટલો મોટો દેશ કેવી રીતે સુધરે પણ પ્રધાનમંત્રીના આહવાનથી સુધારો થયો. આજે મસાલો ખાતો માણસ ડસ્ટબીન શોધે છે. અમારી ટીમે ઓછા સમયમાં નેશનલ ગેમ્સની તૈયારી કરી છે. આવતીકાલે વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન થશે. તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ. આપણો દેશ 75ના અમૃત વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા રમતનો મોટો ભાગ હશે.
ડ્રોન શોનું આયોજન
36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 આકર્ષણનું કેન્દ્ર બને અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IIT દિલ્હીના વિધાર્થીઓએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરેલ 600 ડ્રોનનો ડ્રોન-શો અટલ બ્રીજના પૂર્વ છેડે યોજાવાનો છે.
Advertisement
Tags :
Advertisement

.