Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UNમાં ભારત વોટ કરશે તો પણ પ્રોબ્લેમ અને ન કરે તો પણ પ્રોબ્લેમ, ભારતની હાલત સૂડી વચ્ચે સોપારી

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 43 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંકટ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાના યુક્રેન પર હુમલા બાદ વિશ્વના અનેક દેશોમાં તેનો વિરોધ કરીને તેના પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મામલાને લઈને અનેક વખત વોટિંગ કરવામાં આવ્યું છે. જો કે આ તમામ વખતે ભારતે વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. ભારતે તટસ્થ વલણ દાખવ્યું છ
unમાં ભારત વોટ કરશે તો પણ પ્રોબ્લેમ અને ન કરે તો પણ પ્રોબ્લેમ  ભારતની હાલત સૂડી વચ્ચે સોપારી

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 43 દિવસથી યુદ્ધ ચાલી
રહ્યું છે. આ સંકટ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાના યુક્રેન પર હુમલા બાદ વિશ્વના
અનેક દેશોમાં તેનો વિરોધ કરીને તેના પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે
હવે સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મામલાને લઈને અનેક વખત વોટિંગ કરવામાં આવ્યું છે. જો
કે આ તમામ વખતે ભારતે વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. ભારતે તટસ્થ વલણ
દાખવ્યું છે. જો કે હજુ પણ ભારતની નિષ્પક્ષતના વધુ એક વખત પરીક્ષા થવાની છે.
ગુરૂવારે યુએન જનરલ એમ્બેસીના વિશેષ સત્રમાં રશિયાને લઈને વોટિંગ થવાનું છે. જેમાં
સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાંથી રશિયાની સદસ્યતા રદ્દ કરવાને લઈને નિર્ણય
કરવામાં આવશે. આ પ્રસ્તાવ મામલે આજે યુએનમાં વોટિંગ થવાનું છે. ત્યારે હવે ભારત
શું કરશે તે જોવાનું રહ્યું..

Advertisement


અત્યાર સુધી ભારત યુએનના પ્રસ્તાવો ઉપર વોટિંગથી દૂર
રહ્યું હતું. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય કરારને લઈને આ વખતે મોટી પરીક્ષા
થવાની છે. જો આ વખતે પણ ભારત વોટ નહીં કરે તો પણ આ નિર્ણય પશ્ચિમિ દેશોના પક્ષમાં
જ જવાનો છે. જેના પગલે ભારતની સ્થિતિ હાલ સુડી વચ્ચે સોપારી જેવી છે. આ વખત
વોટિંગમાં એ દેશોની ગણતરી નહીં કરવામાં આવે જે વોટ નહીં કરે. જે દેશ વોટ કરશે
તેમાં બે તૃતિયાવૃંશ બહુમતી સાથે નિર્ણયનો સ્વિકાર કરવામાં આવશે. યુએનમાં ચેતવણી
આપવામાં આવી છે કે જે દેશ રશિયા મામલે વોટ નહીં કરે તેને પણ વિરોધી માનવામાં આવશે.

Advertisement


મળતી
માહિતી મુજબ આ પ્રસ્તાવ પર યુએનમાં મહોર લાગવાની ખાતરી છે. 2006ના ઠરાવ મુજબ
જો કોઈ દેશ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો તેની સભ્યપદ UNHCમાંથી
સમાપ્ત કરવામાં આવશે. જો ભારત પ્રસ્તાવનું સમર્થન કરશે તો રશિયા અને ભારતના સંબંધો
જોખમમાં આવી જશે. 
4 માર્ચ
2022ના રોજ પણ
UNમાં રશિયા વિરુદ્ધ ઠરાવ
લાવવામાં આવ્યો હતો
, પરંતુ
તેમાં ભારત મતદાનથી દૂર રહ્યું હતું. તેણે પ્રસ્તાવ મૂક્યો કે યુક્રેનમાં રશિયન
હુમલાની તપાસ માટે એક કમિશન બનાવવું જોઈએ. જણાવી દઈએ કે ભૂતકાળમાં રશિયન સેનાએ બુચામાં
કથિત રીતે મોટો નરસંહાર કર્યો હતો. ભારતે અત્યાર સુધી આ મામલે નવ વખત યુએન બોડીમાં
મતદાન કરવાનું ટાળ્યું છે. અગાઉ 2011માં લિબિયાને
UNHCમાંથી
બહાર કાઢવામાં આવ્યું હતું.

Advertisement

Tags :
Advertisement

.