Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-દ.આફ્રિકા મેચ દરમિયાન મેદાનમાં આવી ગયો સાપ અને પછી....

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની રોમાંચક 3-મેચની T20I શ્રેણીની બીજી મેચ ગઇ કાલે એટલે કે 2 ઓક્ટોબરે ગુવાહાટીના બુર્સાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. જોકે, ભારતીય ઇનિંગ્સ દરમિયાન સાપ મેદાનમાં ઘુસી આવ્યો હતો. જેની તસવીરà«
ભારત દ આફ્રિકા મેચ દરમિયાન મેદાનમાં આવી ગયો સાપ અને પછી
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની રોમાંચક 3-મેચની T20I શ્રેણીની બીજી મેચ ગઇ કાલે એટલે કે 2 ઓક્ટોબરે ગુવાહાટીના બુર્સાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. જોકે, ભારતીય ઇનિંગ્સ દરમિયાન સાપ મેદાનમાં ઘુસી આવ્યો હતો. જેની તસવીરો અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
મેદાનમાં સાપ ઘૂસી આવ્યો હોવાનો વિડીયો વાયરલ



ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે બીજી T20 મેચ રવિવારે ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ધમાકેદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. જ્યાં એક તરફ રાહુલ અને રોહિત ચોક્કા-છક્કાનો વરસાદ વરસાવી રહ્યા હતા, તો બીજી તરફ ક્રિકેટપ્રેમીઓ એક ક્ષણથી ચોંકી ગયા હતા. ઘણી વાર તમે લાઇવ મેચ દરમિયાન કૂતરા, બિલાડી, મધમાખી જોયા હશે, પરંતુ આ વચ્ચે કોઈ ઝેરી સાપ આવી ગયો હોય તેવું પહેલીવાર દેખાયું હશે. વળી, મેદાનની વચ્ચે આવતા સાપના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જેના કારણે થોડી મિનિટો માટે રમત અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાપ ઝેરી હતો અને જો તે કોઈ ખેલાડીના સંપર્કમાં આવ્યો હોત તો મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના હતી. જોકે થોડી ક્ષણોમાં આ મોટો ખતરો ટળી ગયો.
Advertisement

રોહિત, રાહુલ અને સૂર્યાનું તોફાન
જો આ મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પહેલા રમતમાં શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ 43 અને તેના સાથી ઓપનર કેએલ રાહુલે 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 9.5 ઓવરમાં 96 રન જોડ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવ આ મેચમાં ભારત માટે સૌથી ઝડપી 1000 રન બનાવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે 31મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સમાં આવી ટેકનિકલ ખામી



ઈનિંગની ત્રીજી ઓવરમાં દીપક ચહરના પ્રથમ બોલ પછી, જ્યારે દક્ષિણ આફ્રિકા બે વિકેટે પાંચ રન બનાવ્યા પછી સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે ચાર ફ્લડલાઈટ ટાવરમાંથી એક બંધ થઈ ગયો અને રમત 18 મિનિટ માટે અટકાવી દેવામાં આવી. આ દરમિયાન તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા હતા અને રમત ફરી શરૂ થાય તે પહેલા એક પછી એક તમામ લાઇટો પ્રગટાવવામાં લગભગ છ મિનિટનો સમય લાગ્યો હતો. આસામ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી દેવજીત સૈકિયાએ તેને 'ટેકનિકલ ખામી' ગણાવી હતી.
2020મા પણ મુશ્કેલી હતી



અધિકારીઓને ભૂલ શોધવામાં કલાકો લાગ્યા હતા. ભારતીય ઈનિંગ દરમિયાન મેદાનમાં એકસ્ટ્રા કવર એરિયામાંથી સાપ નીકળવાને કારણે રમત પાંચ મિનિટ માટે રોકવી પડી હતી. ફિલ્ડ વર્કરે ડોલની મદદથી સાપને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો. આ સ્થળ પર છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ગેરવહીવટ પણ હેડલાઇન્સ બની હતી. જાન્યુઆરી 2020મા ભારત અને શ્રીલંકા વચ્ચેની શરૂઆતની T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન, ત્રણ સ્તરના કવર બાદ પિચ પાણીથી ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ ACA એ પિચને સૂકવવા માટે હેર ડ્રાયર, સ્ટીમ આયર્ન, બેટરીથી ચાલતા પંખા અને અન્ય સાધનોનો ઉપયોગ કર્યો પરંતુ આ પૂરતું સાબિત થયું નહીં.
Tags :
Advertisement

.