ચાની ચુસ્કી થશે કડવી, અમૂલ બાદ હવે સુમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
કોરોનાના કારણે પહેલા જ મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા એકવાર ફરી મુશ્કેલીમાં આવી છે. થોડા દિવસો પહેલા અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. હવે સુરતની સુમૂલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એવું કહેવાઇ રહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ સમયે વધારો થઇ શકે છે. ત્યારે આ વધારા પહેલા જ સુમૂલ ડેરીàª
કોરોનાના કારણે પહેલા જ મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા એકવાર ફરી મુશ્કેલીમાં આવી છે. થોડા દિવસો પહેલા અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. હવે સુરતની સુમૂલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરી દીધો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એવું કહેવાઇ રહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ સમયે વધારો થઇ શકે છે. ત્યારે આ વધારા પહેલા જ સુમૂલ ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. વળી જો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય છે તો તેઓ હજુ વધારો કરે તો નવાઇ નહીં. સુમૂલ ડેરીએ વર્ષ 2019માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જોકે, 18 મહિના એટલે કે દોઢ વર્ષ બાદ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી ગત 20 મી જૂનના રોજ પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ફરી નવ મહિના બાદ સુમૂલ ડેરીએ પોતાના ભાવમાં વધારો કર્યો છે. હવે સુમૂલ ડેરીએ લિટરે રૂપિયા 2નો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા 70 વર્ષથી સુરતને આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ દૂધ આફતી સુમૂલ ડેરી કે જેણે પોતાના દૂધના ભાવમાં વધારો કરી દીધો છે. જે બાદ સુમુલ ગાયના દૂધનો ભાવ રૂ.48થી વધી રૂ.50 થઇ ગયો છે. જ્યારે સુમૂલ તાજા દૂધનો ભાવ રૂ.46થી વધીને રૂ.48 કરી દેવાયા છે. સુમૂલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આ અંગે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ અમુલ ડેરી દ્વારા પણ 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધની કોથળી પર ભાવ છપાયેલી જૂની પ્રિન્ટ પડી હતી તે પૂરી થયા બાદ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો અને હવે સુમૂલ ડેરીએ ભાવ વધારો ઝીંકી દીધો છે તેના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
Advertisement