Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે અલગ-અલગ ચાર્જરની ઝંઝટમાંથી મળશે મુક્તિ, જાણો કેવી રીતે

મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક્સ (Electronics) ગેજેટ્સમાં એક જ ચાર્જર (Common Charger) હશે. કેન્દ્ર સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. ગ્રાહકોની બાબતોના સચિવે જણાવ્યું કે, મોબાઈલ તથા અન્ય પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે સામાન્ય ચાર્જર અપનાવવા માટે સરકાર તજજ્ઞોની એક ટીમ બનાવશે. ભારત પ્રારંભિક તબક્કે સી ટાઈપ સહિત બે પ્રકારના ચાર્જરમાં ટ્રાન્સફર વિશે વિચારણાં કરી શકે છે.ગ્રાહકોની બાબતોના સà
હવે અલગ અલગ ચાર્જરની ઝંઝટમાંથી મળશે મુક્તિ  જાણો કેવી રીતે
મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક્સ (Electronics) ગેજેટ્સમાં એક જ ચાર્જર (Common Charger) હશે. કેન્દ્ર સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. ગ્રાહકોની બાબતોના સચિવે જણાવ્યું કે, મોબાઈલ તથા અન્ય પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે સામાન્ય ચાર્જર અપનાવવા માટે સરકાર તજજ્ઞોની એક ટીમ બનાવશે. ભારત પ્રારંભિક તબક્કે સી ટાઈપ સહિત બે પ્રકારના ચાર્જરમાં ટ્રાન્સફર વિશે વિચારણાં કરી શકે છે.
ગ્રાહકોની બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે જણાવ્યું કે, સામાન્ય ચાર્જરમાં જવું એક જટિલ પ્રશ્ન છે. તમામ સ્ટેક હોલ્ડરો સાથે વિચારણા કર્યાં બાદ અંતિમ નિર્ણય કરવાવામાં આવશે. સ્ટેક હોલ્ડર્સને ઈ-કચરાની (E-waste) ચિંતાઓ પર સહમતિ વ્યક્ત કરતા સામાન્ય ચાર્જર્સને ટ્રાન્સફર કરવા પર વધારે ચર્ચા કરવાની વાત કરી છે.
વાસ્તવમાં ઈલેક્ટ્રોનિક કચરાને ઘટાડવા માટે યૂરોપિયન યુનિયન (European Union) ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે એક ચાર્જર રાખવાના પ્રસ્તાવ પર લાગૂ કરવા જઈ રહ્યું છે. યૂરોપિયન યુનિયનનું કહેવું છે કે, યૂરોપિયન દેશોમાં દર વર્ષો લઘુત્તમ 11 હજાર ટન ઈલેક્ટ્રોનિક કચરો માત્ર મોબાઈલ ચાર્જરના કારણે ભેગો થાય છે અને તેના માટે યૂનિવર્સલ ચાર્જર હોવું જોઈએ.
સરકાર એક ચાર્જર જરૂરી કરવા પર વિચાર કરી રહી છે. હવે મોબાઈલ બદલવા પર નવું ચાર્જર નહી લેવું પડે કંપનીઓ પણ મોબાઈલ વેચતી વખતે ચાર્જર હટાવી શકે છે. આ મુદ્દે કંઝ્યુમર અફેર્સ મંત્રાલયે કંપનીઓ સાથે બેઠક બોલાવી છે.
Advertisement
Tags :
Advertisement

.