ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેરી બેગ માટે ગ્રાહક પાસેથી 20 રુપિયા લેવાનું શો રુમને મોંઘુ પડ્યું, હવે આટલો દંડ ચૂકવવો પડશે

ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે. જો કે રાજા માત્ર નામનો જ હોય છે. અનેક એવા લોકો, દુકાનો તથા કંપનીઓ હોય છે કે જેઓ ગ્રાહકોને ચુનો લગાવવામાં હોંશિયાર હોય છે. જો કે ગ્રાહક જાગૃત હોય તો ક્યારેય છેતરાતો નથી. સરકાર દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે સમયાંતરે ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. આ માટે ટીવી પર જાહેરાતો બતાવવામાં આવે છે. જથી લોકો જાગૃત થાય અને છતરપિંડીથી બચી શકે. જાગૃત ગ્રાહક શું કરી à
05:21 PM Apr 30, 2022 IST | Vipul Pandya
ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે. જો કે રાજા માત્ર નામનો જ હોય છે. અનેક એવા લોકો, દુકાનો તથા કંપનીઓ હોય છે કે જેઓ ગ્રાહકોને ચુનો લગાવવામાં હોંશિયાર હોય છે. જો કે ગ્રાહક જાગૃત હોય તો ક્યારેય છેતરાતો નથી. સરકાર દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે સમયાંતરે ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. આ માટે ટીવી પર જાહેરાતો બતાવવામાં આવે છે. જથી લોકો જાગૃત થાય અને છતરપિંડીથી બચી શકે. જાગૃત ગ્રાહક શું કરી શકે તેનો એક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. એક ગ્રાહકની જાગૃતિ સામે શોરૂમની મનમાની ના ચાલી અને તેને દંડ થયો તે અલગથી.
ગ્રાહક અદાલતમાં ગ્રાહકની જીત
મુંબઈના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે કુર્લા મોલમાં હાઈ-એન્ડ બેગ શોરૂમની એક કારસ્તાનીને ગ્રાહકોનું શોષણ ગણાવીને દંડ ફટકાર્યો છે. ગ્રાહક ફોરમે કેરી બેગ માટે વધારાના રૂ. 20 વસૂલીને શોરૂમને ખામીયુક્ત સેવા અને અયોગ્ય વેપાર પ્રથા માટે દોષિત ગણાવી  છે. ફોરમે એસ્બેડાને વડાલાની રહેવાસી રીમા ચાવલાને માનસિક વેદના અને ફરિયાદના ખર્ચના વળતર તરીકે રૂ. 13,000 ચૂકવવા નિર્દેશ આપ્યો છે. ચાવલાને કેરી બેગ માટે ચૂકવવામાં આવેલા 20 રૂપિયાનું રિફંડ પણ મળશે. આ ઉપરાંત ફોરમે શોરૂમને ગ્રાહક કલ્યાણ ફંડમાં રૂ. 25,000 ચૂકવવા પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટે શોરૂમને ફટકાર લગાવી
ફોરમે આદેશમાં જણાવ્યું હતું કે શોરૂમના પ્રચાર કરવાના હેતુથી કંપનીએ ગ્રાહકોને તેમના પોતાના બ્રાન્ડિંગ અને નામ સાથે કેરી બેગ આપી હતી અને તેના માટે ફી પણ વસૂલ કરી હતી. ફોરમે કહ્યું કે તેણે ગ્રાહકોનું શોષણ કર્યું છે. જ્યારે ગ્રાહક સામાન ખરીદવા માટે દુકાન પર આવે છે, ત્યારે તેને લઈ જવા માટે એક કેરી બેગ મફતમાં આપવી જોઈએ. તેના માટે વધારાનો ચાર્જ લેવો તે યોગ્ય નથી.
કેરી બેગ માટે 20 રૂપિયા લેવામાં આવતા હતા
ચાવલાના વકીલ પ્રશાંત નાયકે જણાવ્યું કે શહેરમાં આ પહેલો કેસ છે જ્યાં ગ્રાહક ફોરમે કોઈ કંપનીને કેરી બેગના પૈસા ગેરકાયદેસર રીતે વસૂલવા બદલ દોષી ઠેરવી હોય. નાયકે 24 જાન્યુઆરી 2020ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 4 ઓગસ્ટ 2019ના રોજ ચાવલાએ 1,690 રૂપિયામાં એસ્બેડા બેગ ખરીદી હતી. બિલિંગ એક્ઝિક્યુટિવે ગેરકાયદેસર રીતે કેરી બેગના રૂ. 20 લીધા હતા.
જ્યારે મામલો ગ્રાહક ફોરમમાં પહોંચ્યો ત્યારે કંપનીએ ફોરમ સમક્ષ ફરિયાદનો જવાબ આપ્યો ન હતો. જે બાદ ફોરમે ગ્રાહકની ફરિયાદ અને અરજી પર એક પક્ષીય ઓર્ડર પાસ કરીને શોરૂમને સજા ફટકારી છે.
Tags :
ConsumerAwarenessEsbedaBagGujaratFirstMUMBAI
Next Article