Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉજાગરા કરવાથી થતાં નુક્સાનોનું એક નાનકડું લીસ્ટ

અનિંદ્રાની અસર ભૂખ પર પણ પડે છે. કેટલાક લોકોને બિલકુલ ભૂખ નથી લાગતી. તો બીજીબાજુ કેટલાક લોકો ઓવરઈટિંગ કરે છે. ભૂખ સાથે જોડાયેલા હોર્મોન્સું સ્તર ઓછી ઊંઘના કારણે અસંતુલિત થઈ જાય છે. જેથી ભૂખ કેટલી લાગી છે અને કેટલુ ખાધુ છે તેના સિગ્નલ મગજ સુધી નથી પહોંચી શકતા.સામાન્ય તાવ કે થાક લાગવા પર પણ વધારે સમય સુધી સુવાની ફરજ પડે છે. હકીકતમાં ઓછી ઉંઘના કારણે ઈમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતા પણ નબળà
03:10 PM Sep 08, 2022 IST | Vipul Pandya

અનિંદ્રાની અસર ભૂખ પર પણ પડે છે. કેટલાક લોકોને બિલકુલ ભૂખ નથી લાગતી. તો બીજીબાજુ કેટલાક લોકો ઓવરઈટિંગ કરે છે. ભૂખ સાથે જોડાયેલા હોર્મોન્સું સ્તર ઓછી ઊંઘના કારણે અસંતુલિત થઈ જાય છે. જેથી ભૂખ કેટલી લાગી છે અને કેટલુ ખાધુ છે તેના સિગ્નલ મગજ સુધી નથી પહોંચી શકતા.

સામાન્ય તાવ કે થાક લાગવા પર પણ વધારે સમય સુધી સુવાની ફરજ પડે છે. હકીકતમાં ઓછી ઉંઘના કારણે ઈમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતા પણ નબળી પડી જાય છે. એટલા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા અને થાકથી બચવા માટે દરરોજ પર્યાપ્ત ઉંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઓછી ઉંઘના કારણે મોટાભાગવા લોકો જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે હાઈ બ્લડ શુગર છે. જે લોકો રાત્રે મોડા સુધી જાગે છે અથવા તો પૂરતી ઊંઘ નથી લેતા તેમનું બ્લડ શુગર અનિયંત્રિત થઈ જાય છે.

અનિંદ્રાની સમસ્યાનો હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાને ગંભીર બનાવવામાં મોટો ફાળો છે. ઓછી ઉંઘના કારણે કાર્ડિયોવૈસ્કુલર બીમારી તથા અન્ય હ્દય સંબંધી સમસ્યાનો ખતરો વધી શકે છે.

બ્લડ શુગર લેવલ સતત આઉટ ઓફ કંટ્રોલ જતું હોય તો તમારે સ્લીપિંગ પેટર્ન પર ધ્યાન આપવાની જરૂર છે.

જે લોકો ઓછુ ઉંઘે છે તેઓ પોતાના કામમાં ફોકસ કરવામાં પરેશાની અનુભવે છે. આવા લોકોને પોતાની પસંદગીનું કામ કરવામાં પરેશાની થાય છે અને ક્રિએટીવિટીનો અભાવ અનુભવે છે.

ઓછી ઊંઘના ખરાબ પરિણામ સ્વરૂપે કેટલાક લોકો ડિસિઝન મેકિંગ અથવા નિર્ણય લેવામાં અસક્ષમ હોવાનો અનુભવ કરે છે. 

કોઈ મહત્વના વિષયમાં નિર્ણય ન લઈ શકવો અથવા તો કોઈ વસ્તુની પસંદગી કરવામાં કન્ફ્યુઝ થવુ પણ ઓછી ઉંઘના લક્ષણ છે.

Tags :
GujaratFirstHealthCareHealthTipsSleepTips
Next Article