Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડેનમાર્કની રાજધાનીમાં ગોળીબાર, ત્રણ લોકોનો મોત, અન્ય ત્રણની હાલત ગંભીર

ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં રવિવારે એક મોલમાં ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોપનહેગન પોલીસ ઇન્સ્પેક્ટર સોરેન થોમસને જણાવ્યું હતું કે, હત્યારાને ગોળી માર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, કોપનહેગન પોલીસનું કહેવું છે કે શહેરના એરપોર્ટ નજીક ફિલ્ડ શોપિંગ મોલમાં àª
ડેનમાર્કની રાજધાનીમાં ગોળીબાર  ત્રણ લોકોનો મોત  અન્ય ત્રણની હાલત ગંભીર

ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં રવિવારે એક મોલમાં ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોપનહેગન પોલીસ ઇન્સ્પેક્ટર સોરેન થોમસને જણાવ્યું હતું કે, હત્યારાને ગોળી માર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

મળી રહેલી માહિતી અનુસાર, કોપનહેગન પોલીસનું કહેવું છે કે શહેરના એરપોર્ટ નજીક ફિલ્ડ શોપિંગ મોલમાં ગોળીબારના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ડેનમાર્કની પોલીસે જણાવ્યું કે, રવિવારે કોપનહેગન મોલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. કોપનહેગન પોલીસ ચીફ સોરેન થોમસને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગોળીબાર બાદ ધરપકડ કરાયેલા 22 વર્ષીય શંકાસ્પદની પોલીસે ઓળખ કરી લીધી છે પરંતુ તેની ઓળખ સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી.
ડેનમાર્કની રાજધાની કોપનહેગ પોલીસ ઈન્સ્પેક્ટર સોરેન થોમસને કહ્યું કે, જે ત્રણ લોક માર્યા ગયા છે તેમાથી એક 40 વર્ષનો છે અને અન્ય બે યુવાનો હતા. થોમસને પત્રકારોને જણાવ્યું કે, ગોળીબાર કરનારા શકમંદની ધરપકડ કરવામા આવી છે. તેની ઓળખ 22 વર્ષીય ડેનિશ નાગરિક તરીકે થઇ છે. હુમલામાં અન્ય કોઇની સંડોવણી હોવાના કોઇ સંકેત મળ્યા નથી. જોકે, પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ મામલે તપાસ કરી રહી છે. 
Tags :
Advertisement

.