Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઠમા નોરતે માસૂમ દીકરીની બલિ? અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો હચમચાવી દેતો કિસ્સો

ગુજરાત ફર્સ્ટનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ3 મહિના અગાઉ સુરત છોડી ગામની શાળામાં એડમિશનમૃત્યુની જાણ કર્યા વગર ચૂપચાપ પતાવી વિધિ21મી સદીને જ્ઞાનની સદી કહેવાય છે વિજ્ઞાન અને ટેક્નોલોજીની હરણફાળ વચ્ચે  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામેની એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં પરિવારે નવરાત્રિના આઠમા દિવસે દિકરીની બલિ ચડાવી હોવાની ઘટના સામે આવી છે. લોકમુખે ચરà
આઠમા નોરતે માસૂમ દીકરીની બલિ  અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો હચમચાવી દેતો કિસ્સો
  • ગુજરાત ફર્સ્ટનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ
  • 3 મહિના અગાઉ સુરત છોડી ગામની શાળામાં એડમિશન
  • મૃત્યુની જાણ કર્યા વગર ચૂપચાપ પતાવી વિધિ
21મી સદીને જ્ઞાનની સદી કહેવાય છે વિજ્ઞાન અને ટેક્નોલોજીની હરણફાળ વચ્ચે  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામેની એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં પરિવારે નવરાત્રિના આઠમા દિવસે દિકરીની બલિ ચડાવી હોવાની ઘટના સામે આવી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, પરિવારે નવરાત્રીના આઠમે દિકરીની બલી ચાડાવી અને મૃત્યું અંગે ગ્રામ પંચાયતમાં જાણ પણ કરવામાં આવી નથી.
તંત્ર દોડતું થયું
તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે ગુજરાત ફર્સ્ટનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગને પગલે તંત્ર દોડતું થયું છે. ચર્ચા મુજબ માસૂમ દિકરીની બલિ ચડાવ્યા બાદ 3 દિવસ મૃતદેહને જમીનમાં રખાયો હતો અને 3 દિવસ બાદ ચૂપચાપ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા અને દિકરીને મોત અંગે ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી નહોતી.
મોતને લઈને અનેક રહસ્યો
ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગને પગલે તંત્ર દોડતું થયું અને પોલીસ અને મામલતદારે તપાસ હાથ ધરતા ગીર ધાવાના અકબરી પરિવારના ઘરે તથા ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં તપાસમાં વાડીએથી શંકાસ્પદ બાચકા મળી આવ્યા છે ત્યારે કુમારી ધ્રુવા અકબરીના મોતને લઈ અનેક રહસ્ય ઉભા થઈ રહ્યાં છે. મળતી વિગતો પ્રમાણે દિકરીને 3 મહિના અગાઉ સુરત છોડી ગામની શાળામાં એડમિશન અપાવ્યું હતું અને આ ઘટના બાદ ચૂપચાપ અંતિમવિધિ પણ પતાવી દેવામાં આવી હતી.
અનેક સવાલો
આ બનાવથી અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે કે શું 21માં સદીમાં પણ અંધશ્રદ્ધાનો આવો ખેલ? આ માનવબલિની ચોંકાવનારી ઘટનાનું તથ્ય શું છે? કોણ છે હેવાનિયતનો ખેલ આચરનારા? 21મી સદીમાં પણ ક્યારે અટકશે આવી ઘટના? જો ધ્રુવા બિમાર હતી તો તેને કઇ હોસ્પિટલમાં સારવાર અપાઇ ? ગામના લોકોને માત્ર દિકરીના બેસણાની જ કેમ જાણ કરાઈ, અંતિમ સંસ્કાર કેમ ચુપચાપ પતાવી દીધાં? આ ઘટના મુદ્દે શા માટે ગ્રામજનો બોલવા તૈયાર નથી? આખરે પોલીસ અને મામલતદાર સરહિતના અધિકારીઓ શું તપાસ કરી રહ્યાં છે?

Advertisement
Tags :
Advertisement

.