Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાણી ન આપવા જેવી નજીવી બાબતે સિક્યુરિટી ગાર્ડની પાવડાના ઘા મારીને હત્યા

વસ્ત્રાપુર લેક પાસે આવેલા પેમેન્ટ પાર્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિની પાણી ન આપવા જેવી નજીવી બાબતે પાવડાના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી. આ ગુનામાં  ઝોન-1 એલસીબી સ્ક્વોડ આરોપીની વસ્ત્રાપુર વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી  છે. હત્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે પાણી નહીં આપતા એક સિક્યોરિટી ગાર્ડની કરપીણ હત્યા નીપજાવનાર આરોપી રામ જતન મોહિયા નામના વ્àª
પાણી ન આપવા  જેવી નજીવી બાબતે સિક્યુરિટી ગાર્ડની પાવડાના ઘા મારીને હત્યા
વસ્ત્રાપુર લેક પાસે આવેલા પેમેન્ટ પાર્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિની પાણી ન આપવા જેવી નજીવી બાબતે પાવડાના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી. આ ગુનામાં  ઝોન-1 એલસીબી સ્ક્વોડ આરોપીની વસ્ત્રાપુર વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી  છે. 
હત્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે 
પાણી નહીં આપતા એક સિક્યોરિટી ગાર્ડની કરપીણ હત્યા નીપજાવનાર આરોપી રામ જતન મોહિયા નામના વ્યક્તિની ઝોન-1 એલસીબી સ્ક્વોડ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે,આરોપી દ્વારા સિક્યુરિટી ગાર્ડને પાવડાના ઘા મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચુક્યા હતા જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે એક શખસ આવીને સિક્યોરિટી ગાર્ડને પાવડા જેવા સાધન વડે ઘા મારી રહ્યો છે...
આરોપી પીઝા શોપમાં નોકરી કરે 
મહત્વનુ છે કે આરોપી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે જે પીઝા શોપમાં નોકરી કરતો હતો ત્યાં નોકરી માટે જતો રહ્યો હતો, વધુમાં છેલ્લા એક અઠવાડિયા થીજ મૃતક વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી માટે આવ્યો હતો અને એક સામાન્ય પાણી નહીં આપવા જેવી બાબતમાં આરોપીએ સિક્યોરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારી દીધો હતો...
સિક્યુરિટી ગાર્ડે પાણી ન આપતા આવેશમાં આવી કરી નાંખી હત્યા 
આરોપી મૂળ નેપાળનો વતની અને અમદાવાદ શહેરમાં એક પીઝા શોપમાં નોકરી કરતો હતો રાત્રિના સમયે વસ્ત્રાપુર લેક પાસે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ પાસે તેણે પીવા માટેનું પાણી માંગ્યું હતું અને સિક્યુરિટી ગાર્ડે તેને પાણી નહીં આપતા આવેશમાં આવીને સિક્યુરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારી દીધો હતો 

આરોપી મૃતકના કોઈ પરિચયમાં નથી
શરૂઆતમાં મૃતકના પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે આરોપી તેમનો પરિચિત હોવાનું પોલીસને જણાવ્યું હતું પરંતુ ઝોન-1 એલસીબી સ્કોવડે સમગ્ર દેશની ઝીણવટ પૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપી મૃતકના કોઈ પરિચયમાં નથી બાદમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપી એક પીઝા શોપમાં નોકરી કરતો હતો અને તેણે જ આ ગુનો આચર્યો હોવાની વાત પોલીસને માલુમ પડી હતી જેથી આરોપી ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.