Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેશનલ હાઈવે નજીક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો, 7 લોકો ફસાયા

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના મેકરકોટ વિસ્તારમાં નેશનલ હાઈવે નજીક એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ટનલના કાટમાળમાં 9 લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખૂની નાલ્લામાં ટનલની આગળની બાજુનો એક નાનો હિસ્સો ગુરુવારે રાàª
નેશનલ હાઈવે નજીક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો  7 લોકો ફસાયા
Advertisement
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના મેકરકોટ વિસ્તારમાં નેશનલ હાઈવે નજીક એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ટનલના કાટમાળમાં 9 લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખૂની નાલ્લામાં ટનલની આગળની બાજુનો એક નાનો હિસ્સો ગુરુવારે રાત્રે તૂટી પડ્યો હતો. ત્યાં કામ કરતા લગભગ 7 લોકો હજુ પણ ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસ અને સેનાએ સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો ટનલની અંદર ઓડિટ કરી રહ્યા હતા. રામબનના ડેપ્યુટી કમિશનરે ANI ને ટાંકતા કહ્યું હતું કે, "રામબનના મેકરકોટ વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના ખૂની નાલા પર એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. 6 થી 7 લોકો અહીં ફસાયા હોવાની આશંકા, એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. બચાવ કામગીરી ચાલી રહી છે.” ચાલી રહેલા બચાવ અભિયાનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટનલની સામે પાર્ક કરાયેલા કેટલાક મશીનો અને વાહનોને નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટનલની અંદર ફસાયેલા લોકો ટનલનું ઓડિટ કામ કરી રહેલી કંપનીના લોકો છે. અધિકારીઓએ જણાવ્યું કે, બનિહાલથી ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ટનલની સામે પાર્ક કરાયેલા બુલડોઝર અને ટ્રક સહિત અનેક મશીનો અને વાહનોને નુકસાન થયું છે.
Advertisement
Tags :
Advertisement

.

×