Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિગ બેશ લીગમાં જોવા મળ્યો લગાન ફિલ્મ જેવો નજારો, Video

બિગ બેશ લીગ (Big Bash League) માં રવિવારે બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન સ્ટાર્સ (Brisbane Heat vs Melbourne Stars) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં બ્રિસ્બેન હીટે રોમાંચક મેચમાં મેલબોર્ન સ્ટાર્સને ચાર રનથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જીહા, આ નજારો જોઇ તમને એક ક્ષણ માટે લગાન ફિલ્મની યાદ આવી જશે. એક બોલને પકડવા માટે ચાર ફિલ્ડરોએ લગાવી દોડજણાવી દઇએ કે, બેટ્સમેન દ્વારા શોર્ટ માર્યા બાદ બોલનà
બિગ બેશ લીગમાં જોવા મળ્યો લગાન ફિલ્મ જેવો નજારો  video
બિગ બેશ લીગ (Big Bash League) માં રવિવારે બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન સ્ટાર્સ (Brisbane Heat vs Melbourne Stars) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં બ્રિસ્બેન હીટે રોમાંચક મેચમાં મેલબોર્ન સ્ટાર્સને ચાર રનથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જીહા, આ નજારો જોઇ તમને એક ક્ષણ માટે લગાન ફિલ્મની યાદ આવી જશે. 
એક બોલને પકડવા માટે ચાર ફિલ્ડરોએ લગાવી દોડ
જણાવી દઇએ કે, બેટ્સમેન દ્વારા શોર્ટ માર્યા બાદ બોલને રોકવા માટે ચાર ફિલ્ડર બોલની પાછળ દોડતા જોવા મળ્યા હતા. ફેન્સને આ વીડિયો એટલો સારો લાગ્યો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ નજારો મેલબોર્ન સ્ટાર્સની ઇનિંગ્સ દરમિયાન જોવા મળ્યો હતો. થોમસ રોજર્સે માઈકલ નેસરની બોલ પર શોટ રમ્યો, જેને રોકવા માટે બ્રિસ્બેન હીટના ચાર ફિલ્ડરો દોડતા જોવા મળ્યા અને તેમણે બાઉન્ડ્રી લાઈન પહેલા બોલને રોક્યો.
Advertisement

સ્લિપ થતો બોલ
ખાસ વાત એ છે કે, જ્યારે ચાર ફિલ્ડર બોલ તરફ દોડ્યા ત્યારે એક ફિલ્ડરે ડાઈવ લગાવીને બાઉન્ડ્રી રોકી હતી, પરંતુ જેવા તેણે અન્ય ત્રણ ફિલ્ડરો તરફ બૉલ ફેંક્યો તો તે મૂંઝવણમાં પડી ગયા કે બોલ કોણ પકડશે, આ તકનો લાભ ઉઠાવી મેલબોર્ન સ્ટાર્સના બંંને ઓપનરોએ ત્રણ રન લઇ લીધા. આ સમગ્ર વીડિયોને જોઇ ઘણા લોકોને લગાન ફિલ્મની ક્રિકેટ ટીમની યાદ આવી ગઇ હતી. તેમા પણ આવા જ ખેલાડીઓ હતા કે જે બધા બોલ પાછળ દોડવા લાગ્યા હતા. હવે આ ચાર ફિલ્ડરોનો એક બોલ પાછળ દોડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
કોણે જીતી આ મેચ?
બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં બ્રિસબેન હીટે ચાર રને મેચ જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા બ્રિસબેન હીટે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 188 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ જ્યારે જવાબમાં મેલબોર્ન સ્ટાર્સ બેટિંગ કરવા ઉતર્યું ત્યારે તેમણે મેચમાં પોતાનું સર્વસ્વ આપ્યું. જોકે સ્ટાર્સ નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 184 રન જ બનાવી શકી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.