Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એ.આર. મુરુગાદાસની ફિલ્મ '1947 16 ઓગસ્ટ'નો ફર્સ્ટ લૂક બહાર આવ્યો, તમે જોયો?

તમિલ અને તેલુગુ ઈન્ડસ્ટ્રીના કેટલાક સુપરસ્ટાર્સના દિગ્દર્શનથી લઈને બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને અક્ષય કુમાર સાથે કામ કરવા સુધી, એ.આર. મુરુગાદાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન આપ્યું છે.'1947 Aug 16 નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આઉટ ઓફ ધ બોક્સ વિષયવસ્તુ અને અલાયદી વાર્તાઓ પર કામ કરવા માટે જાણીતા નિર્દેશકે હવે પર્પલ બુલ એન્ટરટેઈનમેન્ટ સાથે થ્રિલર ફિલ્મોની સિરિઝમાં '1947 Aug 16' બનાવવાનà«
એ આર  મુરુગાદાસની ફિલ્મ  1947 16 ઓગસ્ટ નો ફર્સ્ટ લૂક બહાર આવ્યો  તમે જોયો
Advertisement
તમિલ અને તેલુગુ ઈન્ડસ્ટ્રીના કેટલાક સુપરસ્ટાર્સના દિગ્દર્શનથી લઈને બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને અક્ષય કુમાર સાથે કામ કરવા સુધી, એ.આર. મુરુગાદાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન આપ્યું છે.'1947 Aug 16 નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આઉટ ઓફ ધ બોક્સ વિષયવસ્તુ અને અલાયદી વાર્તાઓ પર કામ કરવા માટે જાણીતા નિર્દેશકે હવે પર્પલ બુલ એન્ટરટેઈનમેન્ટ સાથે થ્રિલર ફિલ્મોની સિરિઝમાં '1947 Aug 16' બનાવવાનું બીડું ઝડપ્યું છે.


તમિલનાડુના નૈસર્ગિક અને મનોહર અંતરિયાળ વિસ્તારમાં શૂટ
એ. આર. મુરુગાદાસે માત્ર પ્રતિભાઓને જ નથી લોન્ચ કરી પણ ઘણી નવી  ફિલ્મો પણ બનાવી છે. જણાવી દઈએ કે 1947 16 ઓગસ્ટે એન.એસ.પોનકુમાર. રેવતી અને ગૌતમ કાર્તિક અભિનીત, આ ફિલ્મ એક અંતરિયાળ ગામડાની વાર્તા કહેશે, જ્યાં એક બહાદુર માણસ ભારતની આઝાદી દરમિયાન બ્રિટિશ સેના સાથે એકલા હાથે લડે છે. તમિલનાડુના નૈસર્ગિક અને મનોહર અંતરિયાળ વિસ્તારમાં શૂટ કરવામાં આવેલ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.
ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરતા, અભિનેતા શિવકાર્તિકેયને બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. તેમણે ટ્વીટ કર્યું, "16 ઑગસ્ટ 1947નો ફર્સ્ટ લૂક રિલીઝ કરીને ખુશ છું." 1947 ઓગસ્ટ 16ના નિર્માતા એઆર મુરુગાદાસે પણ ટ્વિટ કર્યું છે. 

દિગ્દર્શકે લખ્યું "અમારું આગામી પ્રોડક્શન 1947 ઑગસ્ટ 16. હું ભાગ્યશાળી છું કે આ અદ્ભુત પ્રોજેક્ટમાં આટલી બધી યુવા પ્રતિભાઓને લઈને આવ્યો છું. ઑલ ધ બેસ્ટ."
Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×