Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચહેરા પર પડેલા ખાડાં, ડાઘાં અને ખીલ મટાડતો દમદાર અક્સિર ઈલાજ

ચહેરા પર જ્યારે પણ ખીલ થાય ત્યારે, તેને મટાડવા માટે તમે દરેક પૂરતાં પ્રયત્નો કરવા લાગો છો. ઘણી વખત આ ખીલ મટી અથવા સૂકાઈ પણ જાય, પણ તેના ડાઘાં લાંબા સમય સુધી પરેશાની કરે છે. તે માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવો. જેને રેગ્યુલર કરવાથી તમારો ફેસ એકદમ ક્લિન થઇ જાય છે અને સાથે ગ્લો પણ કરે છે. આ અસરકારક ઉપાયોથી અન્ય કોઈ મોંઘી ટ્રિટમેન્ટ કરાવવાની પણ જરૂર રહેતી પડતી. આવો જાણીએ તે માટે શું કરવું à
02:09 PM Sep 10, 2022 IST | Vipul Pandya
ચહેરા પર જ્યારે પણ ખીલ થાય ત્યારે, તેને મટાડવા માટે તમે દરેક પૂરતાં પ્રયત્નો કરવા લાગો છો. ઘણી વખત આ ખીલ મટી અથવા સૂકાઈ પણ જાય, પણ તેના ડાઘાં લાંબા સમય સુધી પરેશાની કરે છે. તે માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવો. જેને રેગ્યુલર કરવાથી તમારો ફેસ એકદમ ક્લિન થઇ જાય છે અને સાથે ગ્લો પણ કરે છે. 
આ અસરકારક ઉપાયોથી અન્ય કોઈ મોંઘી ટ્રિટમેન્ટ કરાવવાની પણ જરૂર રહેતી પડતી. આવો જાણીએ તે માટે શું કરવું જોઈએ.
લીંબુનો રસ
2 ચમચી લીંબુના રસમાં 1 ચમચી ખાંડ મિક્સ કરી, ચહેરા અને ગરદન પર મસાજ કરો. તેનાથી નેચરલી સ્ક્રબ પણ થશે અને ખીલના ડાઘાં પણ ધીમે ધીમે ઓછા થતા જશે. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વખત કરવાથી ચોક્કસ ફાયદો મળે છે.


એલોવેરા
એલોવેરા સ્કિન અને હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. એલોવેરામાં એન્ટીસેપ્ટીક અને એન્ટી ઓક્સીડન્ટ ગુણો હોય છે. જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. તે માટે એલોવેરાનો પલ્પ કાઢી, તેમાં હળદર મિક્સ કરી હળવા હાથે તમારા ચહેરા અને ગળા ઉપર 10 મિનિટ મસાજ કરો અને 20 મિનિટ માટે રહેવા દો. હવે ચોખ્ખા પાણીથી ચહેરાને ક્લિન કરી લો. જો તમે આ પ્રયોગ સતત અઠવાડિયું કરો છો તો તમારા ચહેરા પરના ખીલ ઓછા થવા લાગે છે.
ચંદન
સ્કિન માટે સૌથી બેસ્ટ ચંદન છે. આ માટે તમે ચંદન લો અને એમાં થોડુ પાણી નાંખીને બરાબર મિક્સ કરી લો. હવે આ ચંદનને તમારા ફેસ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ પાણીથી મોં ધોઇ લો. આમ કરવાથી તમારા ફેસ પરના બધા ખીલ ધીરે-ધીરે ઓછા થવા લાગશે.
Tags :
BeautyTipsGujaratFirstHealthCareHealthTipsPimpleTips
Next Article