Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2માં 7 મજૂરોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર કન્સ્ટ્રક્શનની સાઈટમાં  લિફ્ટનો ભાગ પડી જવાથી નિપજેલા લોકોના મોતનો  મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસે 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોન્ટ્રાકટર અને પેટા કોન્ટ્રાકટર સહિત 3 લોકો સામે ગુનો નોંધી 3 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટ સૌરભ કમલેશકુમાર શાહનો હોવાનું અને તેઓએ પેટા કોન્ટ્રાક્ટ દિનેશ મણીલાલ પ્રજાપતિ તથા નૈમિ
ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર 2માં 7 મજૂરોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર કન્સ્ટ્રક્શનની સાઈટમાં  લિફ્ટનો ભાગ પડી જવાથી નિપજેલા લોકોના મોતનો  મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસે 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોન્ટ્રાકટર અને પેટા કોન્ટ્રાકટર સહિત 3 લોકો સામે ગુનો નોંધી 3 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.
પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટ સૌરભ કમલેશકુમાર શાહનો હોવાનું અને તેઓએ પેટા કોન્ટ્રાક્ટ દિનેશ મણીલાલ પ્રજાપતિ તથા નૈમિષ કિરીટભાઈ પટેલનું હોવાનું ખુલ્યું હતું. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં જાનવી રેસ્ટોરન્ટની બાજુમાં બંધાતી કન્સ્ટ્રક્શન સાઈટના 14માં માળે લીફ્ટ પેસેજમાં સ્લેબ ભરવા માટે સેન્ટિંગ ફીટીંગનું કામ કરતા મજુરો અકસ્માતે નીચે પટકાતા મોત થયા હતા.
પોલીસ પ્રમાણે આ મામલે પોલીસે મજુરોને કોઈ પણ પ્રકારની સેફ્ટી આપ્યા વિના 14માં માળ જેટલું બાંધકામ કરેલ હોવા છતાં સીડીના ભાગે તથા લિફ્ટના કોલાના અંદરના ભાગે પેસેજમાં ફ્લોર પર મજબુત પ્લેટફર્મ બનાવેલ હોત તે અન્ય સેફ્ટીનેટ જેવી વ્યવસ્થા રાખેલ હોત તો અકસ્માત અટકાવી શકાયો હોત છતા આવી વ્યવસ્થા નહી કરી બેદરકારીના લીધે 7 મજુરોના મોત થયાં હતા. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી રાઉન્ડઅપ કરી લેવામા  આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.