એક ફોન કોલ આવ્યો અને ચંદીગઢના MMS કાંડનો પર્દાફાશ થયો, જાણો સમગ્ર મામલો
દેશભરમાં ભારે ચર્ચા જગાવનારો મોહાલીની ચંદીગઢ યુનિવર્સીટી MMS કાંડ કઇ રીતે બહાર આવ્યો...? હોસ્ટેલની વોર્ડન આરોપી વિદ્યાર્થીનીની પૂછપરછ કરી રહી હતી ત્યારે અચાનક વિદ્યાર્થીનીના ફોન પર એક કોલ આવ્યો અને સમગ્ર કાંડનો ખુલાસો થયો. આ વિદ્યાર્થીની બાથરુમના દરવાજાની નીચેથી અન્ય વિદ્યાર્થીનીઓનો વિડીયો બનાવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડે àª
06:13 AM Sep 19, 2022 IST
|
Vipul Pandya

દેશભરમાં ભારે ચર્ચા જગાવનારો મોહાલીની ચંદીગઢ યુનિવર્સીટી MMS કાંડ કઇ રીતે બહાર આવ્યો...? હોસ્ટેલની વોર્ડન આરોપી વિદ્યાર્થીનીની પૂછપરછ કરી રહી હતી ત્યારે અચાનક વિદ્યાર્થીનીના ફોન પર એક કોલ આવ્યો અને સમગ્ર કાંડનો ખુલાસો થયો. આ વિદ્યાર્થીની બાથરુમના દરવાજાની નીચેથી અન્ય વિદ્યાર્થીનીઓનો વિડીયો બનાવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.
મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. શનિવારની મોડી રાતથી આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે અને હંગામો એટલો વધી ગયો છે કે યુનિવર્સિટી પ્રશાસને 24 સપ્ટેમ્બર સુધી કેમ્પસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલ તો વિદ્યાર્થીઓએ પગલાં લેવાની ખાતરી આપતાં આંદોલન પાછું ખેંચ્યું છે, પરંતુ સ્થિતિ હજુ પણ તંગ છે અને વિદ્યાર્થીઓનો રોષ યથાવત છે. દરમિયાન, એમએમએસ કાંડને લઈને ઘણા ખુલાસા થયા છે. પોલીસનું કહેવું છે કે જ્યારે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી અને આરોપી વિદ્યાર્થી ઝડપાઈ ગયો, ત્યારે માત્ર એક કોલથી જ તમામ રહસ્યોનો પર્દાફાસ થઇ ગયો હતો.
ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ સમિતીના ડીનની તપાસમાં આ સમગ્ર ઘટના એક કોલ દ્વારા સામે આવી છે. તેઓ જ્યારે આરોપી વિદ્યાર્થીનીની આ ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી, તે સમયે તેના મોબાઈલ પર સતત કોલ અને મેસેજ આવી રહ્યા હતા. જેથી ડીને વિદ્યાર્થીનીને ફોનનું સ્પીકર ચાલુ કરીને વાત કરવાનું કહ્યું. ફોન કરનાર ત્રીજી વ્યક્તિ હતી. જેથી ડીને વિદ્યાર્થીનીને તેના મિત્રને પૂછવા કહ્યું કે તેની પાસે કોઈ વિડીયો છે કે કેમ. જો હોય તો મોકલ. વિદ્યાર્થીનીએ આટલું કહેતાં જ તે છોકરાએ અશ્લીલ વિડીયોનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો.
જ્યારે વિદ્યાર્થિનીની કડક પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે તેને ખબર નથી કે વિડીયો આ યુવક પાસે કેવી રીતે પહોંચ્યો. તેણે હમણાં જ તે તેના મિત્રને મોકલ્યો હતો. વિદ્યાર્થીનીના મોબાઈલમાંથી કેટલાક વિડીયો અને ફોટો ડિલીટ કરવામાં આવ્યા હોવાનું પણ જણાયુ હતું. આ કેસમાં પોલીસે આરોપી વિદ્યાર્થીની અને તેના મિત્રની ધરપકડ કરી છે. શિમલામાં 31 વર્ષીય યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ રીતે MMS કેસની તપાસ અન્ય રાજ્યોમાં પણ પહોંચી રહી છે.
આ બાબતનો ખુલાસો પણ અજાણતા થયો હતો. કેટલીક છોકરીઓએ આરોપી વિદ્યાર્થીનીને બાથરૂમના દરવાજાની નીચેથી વિડીયો બનાવતા જોઇ હતી. જેથી આ યુવતીઓએ આ મામલે વોર્ડનને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પૂછપરછ દરમિયાન યુવતીએ કબૂલ્યું કે તેણે કેટલાક વિડીયો બનાવ્યા છે. આટલું જ નહીં તેણે વિડીયો કેટલાક લોકોને મોકલ્યા પણ છે.
આખો મામલો શનિવારે બપોરે 3 વાગે બહાર આવ્યો. ત્યારબાદ ડીનને જાણ કરવામાં આવી હતી અને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મામલો શનિવારે રાત્રે યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રૂપમાં પહોંચતા વિદ્યાર્થીઓ એકત્ર થવા લાગ્યા હતા અને રાત્રે 1 વાગ્યાથી પ્રદર્શન શરૂ થયું હતું. રાત્રે 2 વાગ્યાથી તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ આવવા લાગ્યા હતા. જો કે રવિવારે સવાર સુધીમાં સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને શાંત કરવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે સાંજે વિદ્યાર્થીઓ ફરીથી એકઠા થવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જોકે, વહીવટીતંત્રની સમજાવટ બાદ દેખાવો બંધ થઈ ગયા છે.