રાજકોટમાં એક કંકોત્રી બની ચર્ચાનું કેન્દ્ર, જાણો કંકોત્રીની અંદર એવું તે શું છે કે લોકો બિરદાવી રહ્યા છે
રાજકોટ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેમાં પણ લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે. ત્યારે રાજકોટના કોળી પરિવારે દારૂબંધીને સમર્થકન આપવા અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ દિકરીનાં લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'મહેરબાની કરી કોઈએ દારૂ પીને આવવું નહીં' ! હાલ આ કંકોત્રી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચ
09:13 AM Feb 22, 2023 IST
|
Vipul Pandya
રાજકોટ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેમાં પણ લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે. ત્યારે રાજકોટના કોળી પરિવારે દારૂબંધીને સમર્થકન આપવા અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ દિકરીનાં લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'મહેરબાની કરી કોઈએ દારૂ પીને આવવું નહીં' ! હાલ આ કંકોત્રી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ચુકી છે. અને લોકો કોળી પરિવારની અનોખી પહેલને બિરદાવી રહ્યા છે.
ગઈકાલે જ સોશિયલ મીડિયામાં વિડિયો ફરતો થયો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં સામેલ શખ્સોએ દારૂ પીને ઠુમકા લગાવ્યા હતા. ત્યારે વાયરલ વિડિયો બાબતે ખૂબ ચર્ચા થઈ રહી છે. અને આ વીડિયો પરથી રાજકોટના કોળી પરિવારને અનોખો વિચાર આવ્યો હતો. અને હડાળામાં રહેતા મનસુખભાઈ કેશવજી સીતાપરાએ અનોખી પહેલ કરી છે. કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે, 'મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં' દારૂના વ્યસનના વિરોધી કોળી પરિવારના મનસુખભાઈએ કંકોત્રીમાં ચોખ્ખું લખી નાખતા હાલ આ કંકોત્રી ચર્ચાનો વિષય બની છે.
મનસુખભાઈની પુત્રીના આજે કડવા પાટીદાર સમાજની વાડીમાં લગ્ન છે. ત્યારે આ કંકોત્રી અંગે મનસુખભાઈએ કહ્યું હતું કે, 'વાયરલ કંકોત્રી મારી જ છે, મારે સમાજની સાથે ગામ તેમજ પરિવારોને વ્યસન મુક્ત બનાવવા છે. 2012માં કોળી સમાજ મિટિંગ કરી હતી ત્યારે દારૂ પીને આવશે તો રૂ. 501નો દંડ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. અને ત્યારથી જ પોતે આવું કરવાનો વિચાર આવ્યો હતો. જેને અમલમાં મૂકીને આ કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. આ અનોખી કંકોત્રીએ સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જગાવી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આખરે આ માણસ વ્યસનથી થાક્યા હશે!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article