Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્જેન્ટિનાની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો પાર્ટીનો માહોલ, મેસ્સીએ ટેબલ પર ચઢીને કર્યો Dance

લિયોનેલ મેસ્સી (Lionel Messi) ની ટીમ આર્જેન્ટિના (Argentina) એ ફાઇનલમાં ફ્રાંસને હરાવીને 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) જીત્યો છે. રવિવારે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી હરાવ્યું અને મેસ્સીએ વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યું. મેસ્સી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ બન્યો, જેના માટે તેને 'ગોલ્ડન બોલ' એવોર્ડ મળ્યો. આ જીતની સાથે ડ્રેસિંગ રૂમમાં પાર્ટીનો માહોલ જોવા મ
આર્જેન્ટિનાની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો પાર્ટીનો માહોલ  મેસ્સીએ ટેબલ પર ચઢીને કર્યો dance
લિયોનેલ મેસ્સી (Lionel Messi) ની ટીમ આર્જેન્ટિના (Argentina) એ ફાઇનલમાં ફ્રાંસને હરાવીને 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) જીત્યો છે. રવિવારે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી હરાવ્યું અને મેસ્સીએ વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યું. મેસ્સી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ બન્યો, જેના માટે તેને 'ગોલ્ડન બોલ' એવોર્ડ મળ્યો. આ જીતની સાથે ડ્રેસિંગ રૂમમાં પાર્ટીનો માહોલ જોવા મળ્યો હતો. જીહા, જીતની ખુશીમાં લિયોનેલ મેસ્સીએ ટેબલ પર ચઢીને ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. 
ડ્રેસિંગ રૂમમાં અન્ય ખેલાડીઓ સાથે મેસ્સીએ કર્યો ડાન્સ
દરેક ફૂટબોલર તેની કારકિર્દીમાં એકવાર ફિફા વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું જુએ છે. વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ભલે દુનિયાભરમાં ઘણા ખિતાબ જીત્યા હોય, પરંતુ ફિફા વર્લ્ડ કપનો ખિતાબ તેના નામે નોંધાયો ન હતો. પરંતુ રવિવારે ફ્રાન્સ સાથે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં તેણે આ ઈતિહાસ પણ રચ્યો અને પેનલ્ટી શૂટઆઉટમાં પોતાની ટીમને 4-2થી જીત અપાવી. જીત બાદ લિયોનેલ મેસ્સી કેટલો ખુશ હતો તેનો અંદાજો વાયરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તમે મેળવી શકો છો. મહત્વનું છે કે, ફિફા વર્લ્ડ કપ 2022ની ટ્રોફી જીત્યા બાદ ટ્રોફી સાથે મેસ્સીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ડ્રેસિંગ રૂમની અંદરના સેલિબ્રેશનનો કહેવામાં આવી રહ્યો છે, જેમાં તે હાથમાં ટ્રોફી લઈને ટેબલ પર ચઢીને ખુશીમાં નાચતો જોવા મળી રહ્યો છે. 
Advertisement

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ થઇ રહ્યો છે વાયરલ
આ સાથે, બાકીના ખેલાડીઓ પણ તેને કૂદકો મારીને ખુશ કરી રહ્યા છે અને સાથે મળીને ગીતો ગાઈને ઉજવણી કરી રહ્યા છે. ડ્રેસિંગ રૂમનો આ ફની વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે. આ ડ્રેસિંગ રૂમ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 39 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.

મુશ્કેલ સમયમાં પણ મેસ્સીએ ધૈર્ય રાખ્યું 
મેચ દરમિયાન આર્જેન્ટિનાના કેપ્ટને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખ્યો હતો. તે દબાણના સમયમાં પણ તે બતાવી રહ્યો ન હતો અને ફ્રાન્સને હરાવવાની યોજના વિશે વિચારી રહ્યો હતો. તેણે પોતે આર્જેન્ટિના માટે બે ગોલ કર્યા હતા. આ સિવાય મેસ્સીએ પેનલ્ટી શૂટઆઉટમાં પણ ગોલ કર્યો હતો. તે પોતાની ટીમને જીતવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતો. આમ આર્જેન્ટિનાએ ફ્રાન્સને મુશ્કેલ મેચમાં હરાવ્યું હતું. મેસ્સીએ જીત બાદ કહ્યું કે, આર્જેન્ટિના માટે ફૂટબોલ વર્લ્ડ કપ જીતવાનું બાળપણથી જ મારું સપનું હતું. આજે તે પૂર્ણ થયું છે. ટૂર્નામેન્ટ દરમિયાન, હું જોઈ શકતો હતો કે ટ્રોફી નજીક આવી રહી હતી. મારે વધુ શું જોઈએ.
Advertisement

ઉલ્લેખનીય છે કે, રવિવારે ફ્રાન્સ સાથે રમાયેલી સેમિફાઇનલ મેચમાં લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિના માટે ગોલની શરૂઆત કરી હતી. મેચ શરૂ થતાં જ આર્જેન્ટિનાને પેનલ્ટી મળી હતી. મેસ્સીએ તેને ગોલ બોક્સમાં નાખ્યો અને પોતાની ટીમને લીડ અપાવી. આ પછી તેણે બીજો ગોલ કર્યો. બંને ટીમોને વધારાનો સમય મળ્યા બાદ પણ મેચનું પરિણામ જાણી શકાયું ન હોતું. સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો હતો. Mbappeએ 3 ગોલ ફટકારીને ફ્રાન્સ માટે હેટ્રિક લીધી હતી. વધારાના સમયમાં કોઈ પરિણામ ન આવતા મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ત્યાં પણ મેસ્સીએ આર્જેન્ટિના માટે શરૂઆત કરી હતી. શૂટઆઉટમાં મેસ્સીએ પહેલો ગોલ કર્યો હતો. આ પછી, અન્ય ખેલાડીઓએ પણ તેમની જવાબદારી નિભાવતી વખતે કઇંક આવું જ કર્યું. આર્જેન્ટિનાએ આ મેચ 4-2થી જીતીને 36 વર્ષ બાદ ટાઈટલ જીત્યું હતું. 1986 માં, આર્જેન્ટિનાએ મારાડોનાની કપ્તાની હેઠળ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો હતો. બસ આ જ ક્ષણ લોકો માટે એકવાર ફરી જીવંત બન્યો હતો. આર્જેન્ટિનાના મેસ્સીએ આ ટૂર્નામેન્ટમાં કુલ 7 ગોલ કર્યા હતા, જ્યારે ફ્રાન્સના એમ્બાપ્પેએ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 8 ગોલ કર્યા હતા અને અંતે તેણે ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.