Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરેન્દ્રનગરના દૂધાપુર ગામમાં બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકને બચાવાયું

સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રા તાલુકામાં દૂધાપુર ગામમાં બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકને ભારતીય સૈન્યએ બચાવી લીધો હતો. સુરેન્દ્રનગરના દૂધાપુર ગામમાં વાડીમાં કામ કરી રહેલા પિતાનું દોઢ વર્ષનું બાળક રમતાં રમતાં અચાનક બોરવેલમાં પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. દરમિયાન ધ્રાંગધ્રાના પોલીસ અધિકારીઓ દ્વારા ઘ્રાંગધ્રા આર્à
સુરેન્દ્રનગરના દૂધાપુર ગામમાં બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકને બચાવાયું
સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રા તાલુકામાં દૂધાપુર ગામમાં બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકને ભારતીય સૈન્યએ બચાવી લીધો હતો. 
સુરેન્દ્રનગરના દૂધાપુર ગામમાં વાડીમાં કામ કરી રહેલા પિતાનું દોઢ વર્ષનું બાળક રમતાં રમતાં અચાનક બોરવેલમાં પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. 
દરમિયાન ધ્રાંગધ્રાના પોલીસ અધિકારીઓ દ્વારા ઘ્રાંગધ્રા આર્મી સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને સાંકડા બોરવેલમાં પડેલા દોઢ વર્ષના શિવમ નામના બાળકને બચાવવા માટે વિનંતી કરી હતી. આ સ્થળ સૈન્ય સ્ટેશનનથી લગભગ 20 કિમીના અંતરે આવેલું હતું જેથી તાત્કાલિક 10 મિનિટમાં સૈન્યની બચાવ ટીમ સક્રીય થઇ હતી અને  દોરડું, સર્ચ લાઇટ , સેફ્ટી હાર્નેસ , કેરાબાઇનર વગેરે જેવા આવશ્યક ઉપકરણો લઇને ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. ટીમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી બચાવ કામગિરી શરુ કરી હતી. 
આ ઘટનામાં શિવમ નામનો આ બાળક જમીનના સ્તરથી લગભગ 25-30 ફુટ નીચે ફસાયો હતો અને બોરવેલ લગભગ 300 ફુટ ઊંડો હતો. તેમાં પાણીનું સ્તર પણ લગભગ તેના નાક સુધી પહોંચી ગયું હતું. બાળકના રડવાનો અવાજ ઉપર સંભળાતો હતો જેના કારણે તે અત્યાર સુધી ઠીક હોવાનું સુનિશ્ચિત થઇ શકતું હતું. 
ટીમે યુક્તિપૂર્વક ધાતુના હૂકમાં ફેરફાર કર્યો હતો અને તેને રોપ સાથે બાંધ્યું હતું . બાદમાં તેને બોરવેલમાં અંદર નાંખ્યું હતું. થોડી મિનિટોમાં હૂક બાળકના ટીશર્ટમાં ફસાઇ ગયું હતું અને ટીમે ધીમે ધીમે તેમજ સ્થિરતાપૂર્વક દોરડું બહાર ખેંચ્યું હતું અને આ રીતે બાળકને સફળતાપૂર્વક બોરવેલમાંથી બચાવી લેવાયો હતો. બાળકને માત્ર 40 મિનીટમાં બચાવી લેવાયું હતું. 
ત્યારબાદ ટીમ બાળકને લઇને પ્રાથમિક સારવાર માટે નજીકમાં આવેલા ધ્રાંગધ્રા જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. તેને હાલમાં સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.