Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોવાના દરિયા કિનારે એક MiG Fighter Aircraft ક્રેશ

ગોવામાં આજે (બુધવાર) સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મિગ-29K ફાઇટર પ્લેન (Fighter Aircraft) નિયમિત ઉડાન દરમિયાન ગોવા (Goa)ના કિનારે ક્રેશ (Crash) થયું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે એક મિગ-29k ફાઇટર એરક્રાફ્ટ દરિયામાં ક્રેશ થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર, પાઇલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલમાં પાઇલોટની હાલત સ્થિર à
ગોવાના દરિયા કિનારે એક mig fighter aircraft ક્રેશ
ગોવામાં આજે (બુધવાર) સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મિગ-29K ફાઇટર પ્લેન (Fighter Aircraft) નિયમિત ઉડાન દરમિયાન ગોવા (Goa)ના કિનારે ક્રેશ (Crash) થયું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે એક મિગ-29k ફાઇટર એરક્રાફ્ટ દરિયામાં ક્રેશ થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર, પાઇલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલમાં પાઇલોટની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
Advertisement

આ ઘટના પર ભારતીય નેવીનું નિવેદન પણ સામે આવ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે, ઘટનાના કારણની તપાસ કરવા માટે તપાસ બોર્ડ (BOI) ને આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ડિસેમ્બર 2021મા રાજસ્થાનના જેસલમેરથી એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ અહીં ક્રેશ થયું હતું. આ અકસ્માત જેસલમેર પાસે થયો હતો અને તેમાં પાઈલોટનું મોત થયું હતું. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી હતી. 
Advertisement

નોંધનીય છે કે, અવાર-નવાર ક્રેશ થવાની ઘટનાઓ બાદ એ વાત પણ સામે આવી હતી કે ફાઇટર જેટ મિગ-21 ભલે અપગ્રેડ કરવામાં આવ્યું હોય પરંતુ આ એરક્રાફ્ટ ન તો કાટ લાગે તેના માટે ફિટ છે અને ન તો ઉડાન માટે ફિટ છે. મિગ-21 એરક્રાફ્ટના ક્રેશ થવાને કારણે ઘણા પાઈલોટના જીવ પણ ગયા છે.
Tags :
Advertisement

.