Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકી સંગઠનને મોટો ઝટકો, અમેરિકાએ અલ કાયદાના વડા અલ જવાહિરીને ડ્રોન હુમલામાં કર્યો ઠાર

અમેરિકા એક એવો દેશ જે પોતાના દુશ્મનને ક્યારે પણ છોડતો નથી. આ કહેવાતી વાતને એકવાર ફરી અમેરિકાએ સાબિત કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાએ અલ કાયદાના વડા અલ જવાહિરીને માર્યો હોવાનો દાવો કર્યો છે. યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) એ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના વડા અલ-જવાહિરી ઠાર કરી દીધો છે. 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે. અમેર
આતંકી સંગઠનને મોટો ઝટકો  અમેરિકાએ અલ કાયદાના વડા અલ જવાહિરીને ડ્રોન હુમલામાં કર્યો ઠાર
અમેરિકા એક એવો દેશ જે પોતાના દુશ્મનને ક્યારે પણ છોડતો નથી. આ કહેવાતી વાતને એકવાર ફરી અમેરિકાએ સાબિત કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાએ અલ કાયદાના વડા અલ જવાહિરીને માર્યો હોવાનો દાવો કર્યો છે. યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) એ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના વડા અલ-જવાહિરી ઠાર કરી દીધો છે. 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે.
Advertisement

અમેરિકાએ આતંકવાદ પર એક મોટો હુમલો કર્યો છે. તેણે આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને ડ્રોન હુમલામાં માર્યો હોવાનો દાવો કર્યો છે. 2011માં ઓસામા બિન લાદેનની હત્યાના 11 વર્ષ બાદ આતંકવાદ પર અમેરિકાનો આ સૌથી મોટો હુમલો છે. અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા અલ-જવાહિરીને ઠાર કરવામાં આવ્યો હતો. 
2001માં, જવાહિરીએ 11 સપ્ટેમ્બરે યુએસ પર થયેલા હવાઈ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હુમલાઓમાં, ચાર યુએસ નાગરિક વિમાન હાઇજેક કરવામાં આવ્યા હતા અને ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર,  વોશિંગ્ટન નજીક સંરક્ષણ મંત્રાલય, પેન્ટાગોન અને પેન્સિલવેનિયામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા. 

આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ ટ્વીટ કરીને અલ-કાયદાના નેતા અલ-જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના ટ્વીટમાં કહ્યું કે, શનિવારે મારા નિર્દેશ પર અમેરિકાએ અફઘાનિસ્તાનના કાબુલમાં સફળ હવાઈ હુમલો કર્યો, જેમાં અલકાયદાનો અમીર અયમાન અલ-જવાહિરી માર્યો ગયો. ન્યાય મળી ગયો.
નામ ન આપવાની શરતે એક અમેરિકી અધિકારીએ ખુલાસો કર્યો કે, અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં અયમાન અલ-જવાહિરી માર્યો ગયો હતો. આ હુમલો અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. જો તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ થશે તો તાલિબાનની ભૂમિકા પર સવાલો ઉભા થશે. 
Advertisement

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ગભરાટનું બીજું નામ બની ગયેલા અલ જવાહિરીનો જન્મ 19 જૂન 1951ના રોજ ઈજિપ્તમાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તે અરબી અને ફ્રેન્ચ બોલતો હતો અને વ્યવસાયે સર્જન હતો. જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે તે મુસ્લિમ બ્રધરહુડનો સભ્ય બન્યો હતો.
Tags :
Advertisement

.