નાની બાળકી પર કૂતરાઓએ કર્યો હુમલો, પછી જે થયું તે તમારી આંખોમાં લાવી દેશે આંસુ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કૂતરાઓના હુમલાઓમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો ગલીમાં ફરતા કૂતરાઓના શિકાર બની રહ્યા છે. આવો જ એક કિસ્સો એકવાર ફરી સામે આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આપણે જોતા આવ્યા છીએ કે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ જેવા શહેરોમાં બાળકોને કૂતરા કરડવાના સમાચાર હેડલાઈન્સમાં રહ્યા છે. પરંતુ આ વખતે મામલો મધ્યપ્રદેશના ખરગોનનો છે. 5 વર્ષની બાળકી પર કૂતરાઓનો હુમલોમધ્àª
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કૂતરાઓના હુમલાઓમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો ગલીમાં ફરતા કૂતરાઓના શિકાર બની રહ્યા છે. આવો જ એક કિસ્સો એકવાર ફરી સામે આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આપણે જોતા આવ્યા છીએ કે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ જેવા શહેરોમાં બાળકોને કૂતરા કરડવાના સમાચાર હેડલાઈન્સમાં રહ્યા છે. પરંતુ આ વખતે મામલો મધ્યપ્રદેશના ખરગોનનો છે.
5 વર્ષની બાળકી પર કૂતરાઓનો હુમલો
મધ્યપ્રદેશના ખરગોનમાં કૂતરાઓએ મળીને 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા બાદ આ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઇ નહીં. કૂતરાના હુમલા માટે જવાબદાર લોકો પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે શહેરો બદલાય છે, પરંતુ ઘટના એ જ બની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં માસૂમ બાળકી ઘરેથી કરિયાણાની દુકાને ચોકલેટ લેવા જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી. દુકાન પર ચોકલેટ લેવા જઈ રહેલી પાંચ વર્ષની બાળકી પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. જોકે, ત્યા હાજર લોકોએ કોઈ રીતે બાળકીને કૂતરાઓથી બચાવવાનો પ્રયત્ન કર્યો અને બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાં તેનું મોત થઈ ગયું છે.
હોસ્પિટલમાં બાળકીનું થયું મોત
ગામલોકોએ જણાવ્યું કે, કૂતરાએ પાંચ વર્ષની સોનિયાની ગરદન પકડી લીધી હતી. અમે ઘણો પ્રયત્ન કર્યો, પણ કૂતરાએ છોકરીના ગળાના ભાગને છોડ્યો નહીં. ખૂબ જ મુશ્કેલીથી બાળકીને કૂતરાથી છોડાવવામાં આવી હતી, બાળકીને લોહીલુહાણ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને ગરદનમાં ચાર ટાંકા આપવામાં આવ્યા હતા પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે બાળકીનું મોત થયું હતું.
કૂતરાઓના હુમલાનો આ પહેલો કિસ્સો નથી
મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં કૂતરાઓના આતંકની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સામાન્ય લોકો પર જાનવરોએ હુમલો કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં, રાજધાની ભોપાલમાં 7 વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. કૂતરાના હુમલાથી બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વળી, આ ઘટનાની માહિતી મળ્યા પછી, મોડી રાત્રે મંત્રી સારંગ અને મેયર માલતી રાય હોસ્પિટલ પહોંચ્યા અને બાળકીને મળ્યા, તેઓએ બાળકીની તબિયત અંગે ડોક્ટોરોની પાસેથી જાણકારી મેળવી.
આ પણ વાંચો - નોઇડામાં 7 મહિનાના બાળકને કૂતરાઓએ ફાડી ખાધું
Advertisement