Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કડીના આશુતોષ નગર સોસાયટી પાસે કચરામાંથી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલ

કડી શહેરમાં કરણનગર રોડ ઉપર આવેલી સોસાયટી પાસે કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં ચુંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. સાથે જ આ ઘટના શહેરમાં ભારે ચર્ચાનો વિષય પણ બની છે. ઘટનાની જાણ થતા જ સરકારી તંત્ર પણ દોડતું થયું છે. શા માટે આટલા બધા ચૂંટણી કાર્ડ કટરામાંથી મળ્યા તે અંગે લોકો અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આશુતોષ નગર સોસાયટà«
કડીના આશુતોષ નગર સોસાયટી પાસે કચરામાંથી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલ
કડી શહેરમાં કરણનગર રોડ ઉપર આવેલી સોસાયટી પાસે કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં ચુંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. સાથે જ આ ઘટના શહેરમાં ભારે ચર્ચાનો વિષય પણ બની છે. ઘટનાની જાણ થતા જ સરકારી તંત્ર પણ દોડતું થયું છે. શા માટે આટલા બધા ચૂંટણી કાર્ડ કટરામાંથી મળ્યા તે અંગે લોકો અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આશુતોષ નગર સોસાયટી આવેલી છે, જેની પાસે કચરાના ઢગલામાંથી આ ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે. એક તરફ ગુજરાત સરકાર ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર કરવાની ફિરાકમાં છે. તેવા સમયે ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતા લોકોમાં અનેક સવાલો જોવા મળી રહ્યા છે. લોકોએ ચૂંટણી કાર્ડ મામલે કડી મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ નાયબ મામલતદાર ધર્મેન્દ્ર સિંહ ખેર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
નાયબ મામલતદારે ઘટનાસ્થળે પડેલા ચુંટણી કાર્ડનો જથથો કબજે કર્યો છે. આટલી મોટી સંખ્યામાં ચુંટણી કાર્ડ ક્યાંથી આવ્યા? કોણ કચરાના ઢગલામાં નાખી ગયું? તે અંગે તપાસ હાથ ધરી છે. કચરાના ઢગલામાંથી મળી આવેલા ચૂંટણી કાર્ડ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.