અમરેલીના આ ગામથી પકડાયો એક હિસ્ટ્રીશીટર, પોલીસે 2 પિસ્ટલ સાથે કરી ધરપકડ
અમરેલીમાંથી એક હિસ્ટ્રીશીટર ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમરેલી પોલીસે ચંપુ ધાખડા નામના હિસ્ટ્રીશીટરને રાજુલા તાલુકાના ઉંચેયા ગામથી ઝડપી પાડ્યો છે. આ હિસ્ટ્રીશીટર પાસે ગેરકાયદેસર હથિયારો હોવાની બાતમી અમરેલી પોલીસને મળી હતી. બાતમીના આધારે ડી.વાય.એસ.પી. સહિતની ટીમે રાજુલાના ઉંચેયા ગામમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર લાàª
અમરેલીમાંથી એક હિસ્ટ્રીશીટર ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમરેલી પોલીસે ચંપુ ધાખડા નામના હિસ્ટ્રીશીટરને રાજુલા તાલુકાના ઉંચેયા ગામથી ઝડપી પાડ્યો છે. આ હિસ્ટ્રીશીટર પાસે ગેરકાયદેસર હથિયારો હોવાની બાતમી અમરેલી પોલીસને મળી હતી. બાતમીના આધારે ડી.વાય.એસ.પી. સહિતની ટીમે રાજુલાના ઉંચેયા ગામમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર લાયસન્સ વિનાની 2 પીસ્ટલ અને 5 કારતૂસ મળી આવી હતી.
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં રહેતો હિસ્ટ્રીશીટર ચંપુ ધાખડ ગેરકાયદેસર હથિયારો રાખતો હોવાની બાતમીના આધારે અમરેલી પોલીસની અલગ અલગ ટીમોએ દરોડા પાડી સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. ચંપુ ધાખડા પાસેથી ગેરકાયદેસર લાયસન્સ વિનાની 2 પિસ્ટલ અને 5 કારતૂસ મળી આવી હતી જે બાદ તેની પોલીસે ધરપકડ કરી હતી. આ ધરપકડ પીપાવાવ મરીન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ આરોપી ચંપુ ધાખડાને પોલીસ સ્ટેશન લઈ આવી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર હથિયારો કારટીસ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરાઇ છે. ચપુ ઉપર આગાઉ રાજુલા પીપાવાવ પોલીસ મથકના ચોપડે પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે પોલીસ દ્વારા આ તપાસ ગંભીરતાથી કરાય રહી છે અને તેમના વિરુદ્ધ ભૂતકાળમાં તેમના ઉપર મર્ડર, ધાક ધમકી, ગેર કાયદેસર હથિયાર સહિતના 5 જેટલા ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાય ચુક્યા છે.
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંચેયા ગામના હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડા પાસેથી બે ગેરકાયદેસર હથિયારો મળી આવતા પીપાવાવ આસપાસ આવેલ ઉધોગ જોન વિસ્તારમાં પણ ચકચાર મચી ગઇ હતી. મસમોટા ઉદ્યોગો હોવાને કારણે અનેક નાના મોટા મજૂરો કોન્ટ્રાક્ટરો કામ કરતા હોવાને કારણે ભયમુક્ત રીતે આ વિસ્તારમાં લોકો કામ કરે તે માટે અમરેલી એસપી દ્વારા માથાભારે અને અસામાજિક તત્વો ઉપર ખાસ વોચ રાખી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે, જેના કારણે પોલીસ સક્રિય થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement