Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવામાં ઉડતું હેલિકોપ્ટર અચાનક આવી ગયું ઈલેક્ટ્રિક વાયરની ઝપટમાં અને પછી...

સોશિયલ મીડિયામાં તમને રોજ અલગ-અલગ પ્રકારના વિડીયો જોવા મળી જશે. ઘણા જોવા લાયક હોય છો તો ઘણા જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જાય છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમા એક ઉડતું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બની જાય છે. આ વિડીયોને કોઇ શખ્સે દૂરથી પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતà«
હવામાં ઉડતું હેલિકોપ્ટર અચાનક આવી ગયું ઈલેક્ટ્રિક વાયરની ઝપટમાં અને પછી
સોશિયલ મીડિયામાં તમને રોજ અલગ-અલગ પ્રકારના વિડીયો જોવા મળી જશે. ઘણા જોવા લાયક હોય છો તો ઘણા જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જાય છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમા એક ઉડતું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બની જાય છે. આ વિડીયોને કોઇ શખ્સે દૂરથી પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. 
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે હવામાં ઉડતું હેલિકોપ્ટર અચાનક જમીન પર પડી જાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ ઘટના બ્રાઝિલની છે, જ્યાં ફૂટબોલ ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા એક હેલિકોપ્ટર અકસ્માતે ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈને ક્રેશ થયું હતું. અકસ્માત સમયે રાજનેતાઓ સહિત 6 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા. જોકે, આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હોતી તે એક ચમત્કાર હતો. હવે આ અકસ્માત બાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, પાયલોટ સિવાય બ્રાઝિલના 59 વર્ષીય સંસદસભ્ય, ડેપ્યુટી મેયર અને બે કર્મચારીઓ હેલિકોપ્ટરમાં હાજર હતા. આ દુર્ઘટના પહેલા ચમત્કારિક રીતે તમામ લોકો હેલિકોપ્ટરમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી તેમને કોઇ ગંભીર ઈજા થઇ નથી. આ દુર્ઘટના બુધવારે બ્રાઝિલના મિના ગેરિયાસ રાજ્યના એન્જેનહેરો કાલ્ડાસ વિસ્તારમાં બની હતી. 
મળી રહેલી માહિતી અનુસાર, બ્રાઝિલના સાંસદ હર્સિલિયો અરાઉજો દિનીઝ અને ડેપ્યુટી મેયર ડેવિડ બારોસો પ્રચાર માટે ગયા હતા. આ દરમિયાન લેન્ડિંગ વખતે તેમનું હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. પરિણામે પાયલોટે હેલિકોપ્ટર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. વળી, વિદ્યુત વાયરમાં ફસાઈ જવાને કારણે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ હેલિકોપ્ટર ધડાકા સાથે જમીન પર પડી ગયું હતું. સદનસીબે તમામ મુસાફરો તેમાંથી બહાર નીકળી ગયા હતા. વળી, બચાવ ટીમે તેને લગભગ ત્રણ કલાક સુધી જંગલોમાં શોધ્યું. વળી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જે બાદ સાંસદ, ડેપ્યુટી મેયર, પાયલોટ અને અન્ય ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી. તેમને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.