દેશભક્તિનું મોટું ઉદાહરણ, ફોન ઉપાડીને હેલ્લો નહીં વંદે માતરમ કહેવું પડશે, જાણો ક્યાં લાગુ થયો નિયમ
મહારાષ્ટ્ર સરકારે દેશભક્તિનું એક મોટું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે એક નવો નિયમ બહાર પાડ્યો છે. સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે આવી જાહેરાત કરતા જણાવ્યું કે સરકારી અધિકારીઓ જ્યારે ઓફિસમાં હોય ત્યારે જો કોઈનો ફોન આવે કે તેઓ કોઈને ફોન કરે તો તેમણે હેલ્લો કહેવું નહીં ચાલે, તેને બદલે તેમણે વંદે માતરમ એવું કહેવું પડશે. તેમણે કહ્યું કે આ નિયમ લાગà
04:43 PM Aug 14, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્ર સરકારે દેશભક્તિનું એક મોટું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે એક નવો નિયમ બહાર પાડ્યો છે. સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે આવી જાહેરાત કરતા જણાવ્યું કે સરકારી અધિકારીઓ જ્યારે ઓફિસમાં હોય ત્યારે જો કોઈનો ફોન આવે કે તેઓ કોઈને ફોન કરે તો તેમણે હેલ્લો કહેવું નહીં ચાલે, તેને બદલે તેમણે વંદે માતરમ એવું કહેવું પડશે. તેમણે કહ્યું કે આ નિયમ લાગુ પાડવાનો હેતુ વિદેશી શબ્દ હેલ્લોને તિલાંજલી આપીને સ્વદેશી શબ્દ અપનાવવાનો છે. હેલ્લો મૂળ વિદેશી શબ્દ છે જે ફોન ઉપાડતી કે કરતી વખતે સામાન્ય બોલચાલની ભાષાનો શબ્દ બની ગયો છે.
વંદે માતરમ્ આપણું રાષ્ટ્રીય ગીત, ખાલી શબ્દ નથી- સંસ્કૃતિ મંત્રી
મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે, દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને તેની ઔચિત્ય અનુસાર નક્કી કરવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીઓ હવે હેલોનો ઉપયોગ નહીં કરે પરંતુ વંદે માતરમ્ સાથે ટેલિફોનિક વાતચીત શરૂ કરશે. વંદે માતરમ્ આપણું રાષ્ટ્રીય ગીત છે. આ માત્ર એક શબ્દ નથી, પરંતુ ભારત માતા પ્રત્યે ભારતીયોની ભાવનાઓનું પ્રતીક છે. બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં લખેલા આ ગીતે તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓને ઊર્જાવાન બનાવવાનું કામ કર્યું હતું. 'હે મા હું તમને નમન કરું છું' એવી લાગણી વ્યક્ત કરતાં બંકિમચંદ્રએ ઘણા લોકોના હૃદયમાં દેશભક્તિની એક તણખી જગાવી હતી.

દેશમાં નથી ક્યાંય આવો નિયમ
ઉલ્લેખનીય છે કે ફોનમાં વંદે માતરમ બોલવાનો નિયમ દેશમાં ક્યાંય પણ નથી. આવો નિયમ લાગુ પાડનાર મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે ફોનમાં વંદે માતરમ બોલવાનો નિયમ દેશમાં ક્યાંય પણ નથી. આવો નિયમ લાગુ પાડનાર મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બન્યું છે.
Next Article