Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કબીરપુરા ખત્રીવાડમાં કષ્ટભંજનદેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં પંચમુખી હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ દિવસ ઉજવાઈ રહ્યો છે.ત્યારે જલારામ મંદિરથી કબીરપુરા ખત્રીવાડ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં ઐતિહાસિક પંચમુખી હનુમાનજી મંદિરનો જીર્ણોધ્ધાર કà
કબીરપુરા ખત્રીવાડમાં કષ્ટભંજનદેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં પંચમુખી હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ દિવસ ઉજવાઈ રહ્યો છે.ત્યારે જલારામ મંદિરથી કબીરપુરા ખત્રીવાડ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં ઐતિહાસિક પંચમુખી હનુમાનજી મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં પંચમુખી હનુમાનજી સાથે કષ્ટભંજન હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી રહી છે. જેને લઇ પ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં ભરૂચના કસક વિસ્તારમાં જલારામ મંદિરથી પંચમુખી હનુમાનજી મંદિર કે જ્યાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યાં સુધીની શોભાયાત્રા નીકળી હતી કસકથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા હજારો ભક્તોથી ઉભરાઈ ઉઠી હતી. જેના પગલે જાહેર માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી શોભાયાત્રામાં ભક્તો પણ ઝુમી ઉઠયા હતા.
કબીરપુરા ખત્રીવાડમાં પંચમુખી હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન હનુમાનજીની નયનરમ્ય પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.