દુબઈમાં ભવ્ય હિન્દુ મંદિર નિર્માણ પામ્યું, ભારતે કહી આ વાત, જુઓ તસવીરો
દુબઈ(Dubai)ના જેબેલ અલી ગામમાં ભારતીય (Indian)અને અરેબિક (Arabic)આર્કિટેક્ચરના મિશ્રણ સાથેનું ભવ્ય હિન્દુ મંદિર (Hindu temple)જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું છે.અને તેના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ, દેવી મહાલક્ષ્મી, શ્રી કૃષ્ણ અને ગણપતિ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ છે. અબુ ધાબી(Abu Dhabi)માં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું, 'શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ બાબતોના મંત્રી અને રાજદૂત સàª
Advertisement
દુબઈ(Dubai)ના જેબેલ અલી ગામમાં ભારતીય (Indian)અને અરેબિક (Arabic)આર્કિટેક્ચરના મિશ્રણ સાથેનું ભવ્ય હિન્દુ મંદિર (Hindu temple)જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું છે.અને તેના પ્રાર્થના મંડપમાં ભગવાન શિવ, દેવી મહાલક્ષ્મી, શ્રી કૃષ્ણ અને ગણપતિ સહિત 16 દેવતાઓની મૂર્તિઓ છે.
અબુ ધાબી(Abu Dhabi)માં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું, "શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ બાબતોના મંત્રી અને રાજદૂત સંજય સુધીરે દુબઈમાં નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, રાજદૂત સંજય સુધીરે UAEમાં 3.5 મિલિયન ભારતીયોને ટેકો આપવા બદલ UAE સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંદિરને સહિષ્ણુતા, શાંતિ અને સૌહાર્દના મજબૂત સંદેશ તરીકે જોવામાં આવે છે. મંગળવાર (4 ઓક્ટોબર)થી મંદિર સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ભક્તો માટે ખુલ્લું મુકાયું છે.
આ પ્રસંગે પૂજારીઓએ 'ઓમ શાંતિ શાંતિ ઓમ'ના નારા લગાવીને લોકોનું મંદિરમાં સ્વાગત કર્યું હતું અને આ દરમિયાન તબલા અને ઢોલ પણ વગાડવામાં આવ્યા હતા.
દુબઈના આ ભવ્ય હિન્દુ મંદિરમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જેબેલ અલી ગામ વિવિધ ધર્મોના પૂજા સ્થાનો માટે પ્રખ્યાત છે અને તેમાં સાત ચર્ચ, એક ગુરુદ્વારા અને એક હિન્દુ મંદિર છે.દુબઈના જેબલ અલી વિસ્તારમાં 80 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહિબ પણ રાખવામાં આવ્યા છે.