Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીલ્લામાં ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગો શરૂ કરવા સુવર્ણ તક, ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા મળશે 35 ટકાની સબસિડી

ભારત સરકારની ફૂડ મિનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ કોઈ પણ ઉદ્યોગના મુલ્યવર્ધન અથવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે છે. નાના ફૂડ પ્રોસેસિંગ એકમો જેવા કે, અથાણું, દાળ મિલ, ચોખા મિલ, બેકરી, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, પનીર, ચીઝ, માવો, આઇસ્ક્રીમ, પાવડર, મસાલા પ્રોસેસિગ યુનિટ à
12:13 PM Dec 19, 2022 IST | Vipul Pandya
ભારત સરકારની ફૂડ મિનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ કોઈ પણ ઉદ્યોગના મુલ્યવર્ધન અથવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે છે. નાના ફૂડ પ્રોસેસિંગ એકમો જેવા કે, અથાણું, દાળ મિલ, ચોખા મિલ, બેકરી, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, પનીર, ચીઝ, માવો, આઇસ્ક્રીમ, પાવડર, મસાલા પ્રોસેસિગ યુનિટ જેમ કે હડદર અને મરચા, તલ અને સીંગની ચિક્કી, કચરીયું, ખાધ તેલ કેન્ડી વગેરે જેવા મુલ્યવર્ધન થતી બધી ખાધ પ્રોડકટ્સ આ યોજનામાં આવરી લેવામાં આવેલી છે. તેમજ આ બધા વ્યવસાયમાં ફળ-શાકભાજીનો બગાડ અટકાવીને ખેડૂતોને પણ વધારે પોષણક્ષમ ભાવો મળી શકે છે.
જિલ્લા કલેકટરે નવા ઉદ્યોગ સાહસિકોને જોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આણંદ જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME)યોજના અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નાયબ બાગાયત નિયામક ર્ડા.સ્મિતા પિલ્લાઈ તેમજ સબંધિત અધિકારીઓ સાથે મિટીગ યોજાઈ હતી. કલેક્ટરે આ યોજનામાં વધુમાં વધુ નવા ઉદ્યોગ સાહસિકોને જોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રોજેકટ ખર્ચના 35 ટકા સબસિડી મહત્તમ રૂ.10લાખની મર્યાદામાં મળી શકે છે
આ યોજના અંતર્ગત ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે ખાનગી માઇક્રો ફૂડ પ્રોસેસિગ ઉદ્યોગો માટે પ્રોજેકટ ખર્ચના 35 ટકા સબસિડી મહત્તમ રૂ.10લાખની મર્યાદામાં મળી શકે છે, તેમજ એફ.પી.ઓ, સહકારી, સ્વ-સહાય જુથોને ક્રેડિટ લિક્ડ સાથે ૩૫ટકાના દરે સબસિડી મહત્તમ રૂ. ૩ કરોડની મર્યાદામાં સહાય મળી શકે છે.  
આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા જિલ્લા સેવા સદનના ચોથો માળે, રૂમ નં 427 429 આણંદ નાયબ બાગાયત નિયામક ની કચેરીનો સવારે 10: 30 થી સાંજે 6:10 કલાક સુધી રૂબરૂ અથવા બાગાયત અધિકારી કમલ આર. ઠાકોરનો મો.નં 9724845043 તથા કચેરીનો  02692 262023 પર સંપર્ક કરી શકાશે. તેમ આણંદ નાયબ બાગાયત નિયામક ની એક યાદી દ્વારા જણાવાયુ છે.
Tags :
AffiliatedSmallBusinessesAnandcollectorGoldenopportunityGujaratFirstPMFMEsubsidy
Next Article