Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૂટેલા બ્રિજ પર જીવ બચાવવાનો પ્રયાસ કરતી બાળકી, વાયરલ થયો દર્દનાક વિડીયો

મોરબી દુર્ઘટના (Morbi Tragedy)એ આખા ગુજરાત અને દેશને હચમચાવી નાખી છે. મચ્છુ નદી પર નવા બનાવાયેલો ઝુલતો બ્રિજ  રવિવારે સાંજે  અચાનક તૂટી પડતાં 132 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં નાની બાળકી પુલની જાળી પર બચવાનો પ્રયાસ કરતી હોવાનું જોવા મળે છે. બ્રિજ તૂટતા લોકો બ્રિજ પર ફસાયાભારે અરેરાટી ફેલાવનારી મોરબી દુર્ઘટનામાં લોકો ઝુલતા પુલનો આનંદ અને મજા àª
તૂટેલા બ્રિજ પર જીવ બચાવવાનો પ્રયાસ કરતી બાળકી  વાયરલ થયો દર્દનાક વિડીયો
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)એ આખા ગુજરાત અને દેશને હચમચાવી નાખી છે. મચ્છુ નદી પર નવા બનાવાયેલો ઝુલતો બ્રિજ  રવિવારે સાંજે  અચાનક તૂટી પડતાં 132 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં નાની બાળકી પુલની જાળી પર બચવાનો પ્રયાસ કરતી હોવાનું જોવા મળે છે. 
બ્રિજ તૂટતા લોકો બ્રિજ પર ફસાયા
ભારે અરેરાટી ફેલાવનારી મોરબી દુર્ઘટનામાં લોકો ઝુલતા પુલનો આનંદ અને મજા મેળવવા ઝુલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા પણ પુલ અચાનક તૂટી પડ્યો હતો જેથી અંદાજે 150થી વધુ લોકો નદીના ઉંડી પાણીમાં ગરકાવ થયા હતા. ઘણા લોકો તૂટી પડેલા બ્રિજ પર જ ફસાઇ ગયા હતા. 
લોકોએ જીવ બચાવવા કર્યા પ્રયાસ 
આ સમયે સ્થળ પર કિનારે ઉભેલા લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો અને થોડી ક્ષણોમાં જ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ વિડીયોમાં જોવા મળે છે કે તૂટેલા બ્રિજ પર ઘણા લોકો ફસાયેલા છે અને લોકો પોતાનો જીવ બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

નાની બાળકી જીવ બચાવવા પ્રયાસ કરતી નજરે ચડી
વિડીયોમાં જોવા મળે છે કે તૂટેલા બ્રિજ પર ફસાયેલા લોકોમાં મોટાભાગે નાના બાળકો જોવા મળે છે. આ બાળકો પુલની જાળી પરથી બચવા માટેના પ્રયાસ કરતા જોવા મળે છે. વિડીયોમાં જોવા મળે છે કે એક નાની બાળકી પુલની જાળી પર બચવાનો પ્રયાસ કરી રહી છે.  પુલની જાળીના સહારે લોકો પોતાનો બચાવતા હોય તેવું વિડીયોમાં જોવા મળે છે. આ વિડીયો હચમચાવી દે તેવો છે. 
જુઓ વિડીયો
Advertisement
Tags :
Advertisement

.