ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોકરી છે કે હાડપિંજર ! આ ડૉક્ટરે વજન ઘટાડવામાં કરી આ ભૂલ,અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કરે છે ફોલો

આ છોકરી પર ડાયટીંગનું ભૂત એ હદે સવાર હતું કે  24 વર્ષની આ ડૉક્ટર છોકરી જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તે એનોરેક્સિયા નર્વોસા નામની ઇટીંગ ડિસઓર્ડરનો શિકાર બની ગઇ હતી. આ કારણે તે દરરોજ 2-3 કલાક દોડતી હતી અને માત્ર 300-400 કેલરી ખાતી હતી. આ કારણે તેનું વજન 30 કિલો ઘટી ગયું હતું. 18 વર્ષે વજન માત્ર 30 કિલો હતું અને તે મોતના મુખમાં પહોંચતા રહી ગઈઆજના યુવાનો વજન ઘટાડવા માટે ઇન્ટરનેટ પર ઘણી બધી રીતો શોધી
03:03 PM Aug 26, 2022 IST | Vipul Pandya
આ છોકરી પર ડાયટીંગનું ભૂત એ હદે સવાર હતું કે  24 વર્ષની આ ડૉક્ટર છોકરી જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તે એનોરેક્સિયા નર્વોસા નામની ઇટીંગ ડિસઓર્ડરનો શિકાર બની ગઇ હતી. આ કારણે તે દરરોજ 2-3 કલાક દોડતી હતી અને માત્ર 300-400 કેલરી ખાતી હતી. આ કારણે તેનું વજન 30 કિલો ઘટી ગયું હતું. 

18 વર્ષે વજન માત્ર 30 કિલો હતું અને તે મોતના મુખમાં પહોંચતા રહી ગઈ
આજના યુવાનો વજન ઘટાડવા માટે ઇન્ટરનેટ પર ઘણી બધી રીતો શોધી રહ્યા છે. કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનિક હોય છે  માન્ય છે, પરંતુ એવી ઘણી રીતો છે જેમાં જાનનું જોખમ સાબિત થઇ જાય છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે  24 વર્ષની આ ડોક્ટર છોકરીએ ખુલાસો કર્યો છે કે તેણે વજન ઘટાડવા માટે કંઈક એવું કર્યું હતું કે તેનું વજન માત્ર 30 કિલો હતું અને તે મોતના મુખમાં પહોંચતા રહી ગઈ. આજના સમયમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે આવી રીતો અપનાવે છે જે તદ્દન ખોટી છે. જાણો આ ડૉક્ટર કોણ છે? વજન ઘટાડવા માટે તેણે કઈ ભૂલ ભારે પડી. શું તમે તો આવી ભૂલ નથી કરી રહ્યાં?

જાણો આ યુવા ડૉક્ટર કોણ છે
આ 24 વર્ષીય યુવાન ડોક્ટરનું નામ સારા રાવ છે, જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની રહેવાસી છે. સારાના ઈન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ સારાને ફોલો કરે છે. ડેઈલીમેલ અનુસાર, સારાને એક પ્રકારની ઈટિંગ ડિસઓર્ડર હતી જેના કારણે તેણે ખાવા-પીવાનું ઓછું કરી દીધું હતું અને તેની હાલત લગભગ મરવા જેવી થઈ ગઈ હતી. તે સમયે સારાની ઉંમર 18 વર્ષની હતી અને તેનું વજન 30 કિલો ઘટી ગયું હતું.

વજન ઘટાડવાનું લગની લાગી
તેથી જ વજન આટલું ઓછું થઈ ગયું. સારાને શરૂઆતથી જ ફેશનમાં ઘણો રસ હતો તેથી તે મોડલ બનવા માંગતી હતી. એક મોડેલ બનવા માટે, તેણીને વજન ઘટાડવાની લગની લાગી અને તેના માટે તેણીની ખાવાની આદતો બદલી. તે માત્ર 300 કે 400 કેલરી લેતી હતી અને બે કે ત્રણ કલાક દોડતી હતી. એકવાર જ્યારે તે કૉલેજ ગઈ ત્યારે યુનિવર્સિટીના પ્રોફેસરને તેની હાલત જોઈને શંકા ગઈ અને તેણે તેને તરત ડૉક્ટર પાસે મોકલી. જ્યારે ડોક્ટરે તેનું વજન કર્યું તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેનું વજન માત્ર 30 કિલો હતું. આ પછી ડોક્ટરે સારાને તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં મોકલી દીધી.
સારા બહુ ઓછી કેલરી લેતી હતી
સારા વજન ઘટાડવા માટે ખૂબ જ ઓછી કેલરી ખાતી હતી. સવારે, તે નાસ્તામાં ફેટ વગરનું દહીં, બપોરના ભોજન માટે પ્રોટીન બાર અને ડાયેટ કોક, લેટીસ, ઝુચીની  તેમજ રાત્રિભોજન માટે બ્રોકોલી ખાતી હતી. આટલું ઓછું ખાવાને કારણે સારાનું વજન માત્ર 30 કિલો થઇ ગયું હતું અને તેનો BMI 10 થઈ ગયો હતો. સારાને હંમેશા થાક લાગતો હતો, બેસવા પર તેના હાડકાં દુખવા લાગ્યા હતા અને વાળ તૂટવા લાગ્યા હતા.

ઈટિંગ ડિસઓર્ડરનો સૌથી વધુ ભોગ યુવતીઓ થાય
એનોરેક્સિયા નર્વોસાનો શિકારજ્યારે જનરલ ફિઝિશિયને સારાહની સારવાર કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણીને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી અને તેણીને ઇટીંગ ડિસઓર્ડર એનોરેક્સિયા નર્વોસા હતી. આ ઈટિંગ ડિસઓર્ડરનો સૌથી વધુ ભોગ યુવતીઓ થાય છે. આ રોગથી પીડાતા 80-90% લોકો સ્ત્રીઓ છે. તેની પાછળનું સામાન્ય કારણ વજન ઘટવાનું વળગણ છે. એનોરેક્સિયા નર્વોસાથી પીડિત લોકો ખાવાનું ટાળે છે અથવા ખાવા પર પ્રતિબંધ મૂકે છે. ઘણી વખત તેઓ બહુ ઓછું ખાય છે અથવા ખાવા-પીવાનું બંધ કરી દે છે. જ્યારે તે ખતરનાક રીતે  અન્ડર વેઇટ થઇ જાય છે, તેમ છતા તેમને લાગે છે કે તેનું વજન હજી વધારે છે. સારા વજન ઘટાડવા માટે ખાવાનું  ટાળતી હતી. જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે ચાલી પણ નહોતી શકતી અને તેને વ્હીલચેરમાં બાથરૂમમાં જવું પડતું હતું. સારાને તે વસ્તુઓ ખાવા માટે આપવામાં આવી હતી જે તેણે મહિનાઓથી નથી ખાધી જેમ કે પાસ્તા, ફાસ્ટ ફૂડ વગેરે.
2 મહિના કોઈ કસરત પર પાબંદી 
સારા જ્યારે હોસ્પિટલમાંથી બહાર આવી ત્યારે તેણે બે મહિના સુધી કસરત ન કરી અને તેણે તે બધી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દીધું જે તેણે લાંબા સમયથી ખાધું ન હતું. બર્ગર, પેનકેક અને ફાસ્ટ ફૂડ તેના ફેવરિટ બની ગયા હતા. થોડા સમય પછી તેણે મસલ ગેઇન માટે જીમ જવાનું શરૂ કર્યું. હવે સારાએ તેનું વજન 19 કિલો જેટલું વધાર્યું છે અને તંદુરસ્ત BMI રેન્જમાં પહોંચી ગઈ છે. સારા હવે લોકોને યોગ્ય રીતે વજન ઘટાડવા માટે પ્રેરિત કરે છે. 
તમે પણ આ ભૂલ ન કરો
ઘણા લોકો વજન ઘટાડવા માટે ખૂબ ઓછી કેલરી લે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ વજન ઘટાડવા માટે ખૂબ જ ઓછો ખોરાક લો છો, તો આવી ભૂલ કરવાથી બચો. જો તમે આવું કરી રહ્યા છો તો તમારું શરીર અંદરથી નબળું પડી રહ્યું છે જેના કારણે તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.  શરીરને જોઇતી કેલરી કરતાં હંમેશા 200-300 કેલરી ઓછી લો અને પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયેટિશિયના માર્ગદર્શન હેઠળ જ ડાયેટ પ્લાન તૈયાર કરો.
Tags :
AgirloraskeletonArjunKapoorDietingGujaratFirstlosingweightMalaikaAroraSufferingfromanorexianervosaunderWeight
Next Article