Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફેક ઇન્સ્ટાગ્રામ પર ડી.પી મૂકી બીભત્સ મેસેજ વાયરલ કરી આવા કામ કરતી યુવતી

શહેરમાં સાયબર ક્રાઇમે ફેક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવી બીભત્સ મેસેજો કરી પ્રેમસંબંધમાં તિરાડ કરતી યુવતીની ધરપકડ કરી છે. યુવતીએ બહેનપણીના ફોટા સાથે ફેક ઇન્સ્ટાગ્રામ પર ડી.પી મૂકી બીભત્સ મેસેજ વાયરલ કરી સમાજમાં લાંછન લગાડે તેવું કૃત્ય આચરતા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો.આ અંગે સાયબર ક્રાઇમે ધરપકડ કરેલ યુવતીનું નામ જ્યોતિ ઉર્ફે શિવાની શાહ(ઉ.19,રહે.રખિયાલ) હોવાનું સામે à
ફેક ઇન્સ્ટાગ્રામ પર ડી પી મૂકી બીભત્સ મેસેજ વાયરલ કરી આવા કામ કરતી યુવતી
શહેરમાં સાયબર ક્રાઇમે ફેક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવી બીભત્સ મેસેજો કરી પ્રેમસંબંધમાં તિરાડ કરતી યુવતીની ધરપકડ કરી છે. યુવતીએ બહેનપણીના ફોટા સાથે ફેક ઇન્સ્ટાગ્રામ પર ડી.પી મૂકી બીભત્સ મેસેજ વાયરલ કરી સમાજમાં લાંછન લગાડે તેવું કૃત્ય આચરતા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો.

આ અંગે સાયબર ક્રાઇમે ધરપકડ કરેલ યુવતીનું નામ જ્યોતિ ઉર્ફે શિવાની શાહ(ઉ.19,રહે.રખિયાલ) હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે યુવતીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આશરે ત્રણ મહિના અગાઉ ઘરમાં લગ્ન સબંધની જે યુવક સાથે વાતચીત ચાલતી હતી. તે સમય દરમિયાન આ યુવકનો પરિચય બહેનપણી સાથે કરાવ્યો હતો.

Advertisement

બાદમાં તેઓ બંને અવારનવાર ફોન પર વાતચીત કરતા હતા. ત્યારે બહેનપણીએ યુવકને ચારિત્ર અંગે ખોટી ચઢામણી કરી સગાઈ તોડી નખાવતા આશરે બે મહિના અગાઉ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બહેનપણીને બદનામ કરવાના હેતુથી અજાણ્યા શખ્સને બીભત્સ મેસેજો વાયરલ કરતી હતી.
Tags :
Advertisement

.